મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ યુદ્ધ વિમાનના સૌદાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે. ગુરુવારે કહ્યું કે દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટાચારી છે અને તે રક્ષા ડીલમાં થયેલા ભ્રષ્ટાચારમાં સીધા ઈન્વોલ્વ છે તેથી તેમણે રાજીનામું આપવું જોઈએ. ગાંધીએ પાર્ટી મુખ્યાલયમાં આયોજીત પત્રકાર પરિષદમાં કહ્યું, રાફેલ ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. સંસદની સંયુક્ત સમિતિ દ્વારા તેની તપાસ થવી જોઈએ. યોગ્ય તપાસથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

તેમાં પ્રધાનમંત્રીએ સીધે-સીધો ભ્રષ્ટાચાર કર્યો છે અને તેની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે રાફેલ ખરીદીમાં જે રીતે સાર્વજનિક ક્ષેત્રની કંપની એચએએલથી પાવર છીનવીને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીને આ કામ અપાયું છે તેનાથી સાફ છે કે ખુદને દેશના ચોકીદાર માનતા મોદીએ અનીલ અંબાણીની ચોકીદારી કરી છે. આ સીધો ભ્રષ્ટાચારનો મામલો છે અને મોદીએ આ ભ્રષ્ટાચાર કર્યો છે તેથી તેમમે આ બબાતે જવાબ આપવો જોઈએ અથવા રાજીનામું આપી દે.

તેમણે કહ્યું કે આ અગાઉ રાફેલ પર ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ પણ કહ્યું હતું કે હિન્દુસ્તાનના પીએમએ તેમને કહ્યું હતું કે અનીલ અંબાણીને તેનો કોન્ટ્રાક્ટ મળવો જોઈએ. તેમણે ઉમેર્યું કે, સાંભળ્યું છે નિર્મલા સીતારામનજી ફ્રાંસ ગયા છે. આખરે એવી શું ઈમર્જન્સી છે કે તેમને અત્યારે કોઈ કારણ વગર ફ્રાંસમાં જવું પડ્યું અને તેમને દસૉની ફેક્ટ્રીમાં જવાનું છે. ભારતના રક્ષામંત્રી ફ્રાંસ જાય છે તેનાથી સ્પષ્ટ સંકેત શું હોઈ શકે. આખરે ફ્રાંસમાં એવું શું જરૂરી કામ આવી ગયું. દસૉને એક વાત ખબર છે કે તેને એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેથી તેને તે જ કહેવાનું છે જે ભારતની સરકાર ઈચ્છશે, પણ તેના આંતરિક દસ્તાવેજમાં આ વાત સામે આવી છે કે પીએમએ અનીલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવાની વાત કરી હતી. હજુ બીજા ઘણા કોન્ટ્રાક્ટ્સ પર પણ સત્ય સામે આવશે.

તેમણે ઉમેર્યું કે, અનીલ અંબાણી પર 45,000 કરોડ રૂપિયાનું દેવું છે, તેથી પીએમ તેમના ખિસ્સામાં 30 હજાર કરોડ રૂપિયા નાંખી ગયા. રાફેલના બીજા સૌથી મોટા અધિકારીએ આ વાત કહી છે. તેનાથી સાફ કરપ્શનનો કેસ બની જ ન શકે. પુરા ભારતને ખબર છે કે મોદીજીએ જનતાના 30 હજાર કરોડ રૂપિયા અનીલ અંબાણીના ખિસ્સામાં નાંખી દીધા. નરેન્દ્ર મોદી હજુ પણ ચુપ છે. તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે. તેમણે ભ્રષ્ટાચારથી લડવાના નામ પર સત્તા હાંસલ કરી હતી. અમે જ્યારે તેમને લોકસભામાં ડિસ્કશન કર્યું તો તે આંખથી આંખ મેળવી શકતા ન હતા.