મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જિયો ઈન્સ્ટીટ્યૂટ ઓફ રિલાયન્સ ફાઉન્ડેશનને ઉતકૃષ્ઠ સંસ્થાઓના લીસ્ટમાં નાખવાને પગલે વિવાદ છેડાયો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાનું ટ્વીટ રિટ્વીટ કરતાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. કેજરીવાલે કહ્યું કે મોદી સરકાર અંબાણીના ખિસ્સામાં છે.

સીએમ કેજરીવાલે ટ્વીટ કર્યું છે, પહેલા કોંગ્રેસ સરકાર અંબાણીના ખિસ્સામાં હતી. હવે મોદી સરકાર અંબાણીના ખિસ્સામાં છે. કાંઈ બદલાયું?
યશવંત સિન્હાએ એક ટ્વીટમાં લખ્યું કે, જિયો ઈન્સ્ટીટ્યૂટની હજુ સ્થાપના નથી થઈ, તેનું અસ્તિત્વ નથી. છતાં સરકારે તેને એમિનેંટ ટેગ આપી દીધું. આ મુકેશ અંબાણી હોવાનું મહત્વ છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી)ની તરફથી છ ઈન્સ્ટીટ્યૂટને ઉત્કૃષ્ટ સંસ્થાન (ઈન્સ્ટીટ્યૂટ ઓફ એમિનેંસ)નો દરજ્જો આપી દીધો. આ છ ઈન્સ્ટીટ્યૂટમાં જિયો ઈન્સ્ટીટ્યૂટ ઓફ રિલાયન્સ ફાઉન્ડેશન પણ શામેલ હતું. વિપક્ષ સવાલ કરી રહ્યું છે કે જિયો ઈન્સ્ટીટ્યૂટ હજુ સુધી બન્યું નથી તો તે ઉત્કૃષ્ટ કેવી રીતે? જેને લઈને સોશ્યલ મીડિયામાં પણ ટ્રોલીંગ શરૂ થઈ ગયું હતું.

આ તમામ વિવાદ પર માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ કહ્યું કે, યુજીસી રેગુલેશન 2017,ના ક્લૉજ 6.1 મુજબ આ પ્રોજેક્ટમાં બિલ્કુલ નવા સંસ્થાનોને પણ શામેલ કરાઈ શકાય છે. તેનો ઉદ્દેશ્ય ખાનગી સંસ્થાનોને આંતરરાષ્ટ્રીય સ્તરના એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ઉત્સાહીત કરવાનું છે. જે નવા સંસ્થાનો માટે હોય છે.