નવી દિલ્હી: યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI) સામે જ્યારેપણ તેની પાસે કરોડો ભારતીયોની વ્યક્તિગત માહિતીઓના ભેગા થયેલ વિશાળકાય ડેટાની સુરક્ષા બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યા છે ત્યારે ત્યારે તેણે રેતીમાં મોં છુપાવ્યુ છે. ફરીવાર, જ્યારે ટ્રીબ્યુન સમાચારપત્રની ચંડીગઢની પત્રકારે એ વિષે લખ્યું કે કઈ રીતે તેણે દલાલને માત્ર ૫૦૦ રૂ. આપીને આધારને લગતી માહિતીઓ ખરીદી હતી, યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આ પત્રકાર વિરુદ્ધ કેસ નોંધાવીને એનો જવાબ આપ્યો, અને જણાવ્યુકે કોઈ નુકસાન થયું નથી, અને ત્યારબાદ બીજું પગલું લાગુ કર્યુંકે જે નાગરિકોએ પોતે પોતાનો ડેટા સુરક્ષિત રાખવા માટે ભરવું જરૂરી છે. ચોક્કસપણે સમય આવી ગયો છે કે જ્યારે યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)નું જુઠાણાને પડકારવામાં આવે.

આટલી બહોળી અને વિગતવાર સીસ્ટમ હોવાથી આધાર પ્રોજેક્ટ નિશાના પર હોય એ સ્વાભાવિક છે. અનાધિકૃત રીતે ડેટા મેળવવાના, છાપવાના અને ખોટા ઉપયોગના સંખ્યાબંધ કિસ્સાઓ નોંધાયા છે. સૌથી તાજો કિસ્સો ટ્રીબ્યુનમાં છપાયો છે કે કઈ રીતે અનાધિકૃત દલાલો ડેટા વેચે છે અને પૂરો પાડે છે. આ પહેલાં પણ આપણે સાંભળ્યું હતું કે એરટેલ પેમેન્ટ બેન્કે કઈ રીતે તેના મોબાઈલ વપરાશકર્તા ગ્રાહકોના ખાતાઓમાં તેમની મંજૂરી વિના અને તેમના મૂળ બેન્કના ખાતામાંથી સીધા લાભવાળી ટ્રાન્સફરના પૈસાને આ પેમેન્ટ બેંક એકાઉન્ટમાં ડાયવર્ટ કર્યા હતા. આ ઉપરાંત, બીજી ઘણી સરકારી વેબસાઈટોની જેમ ઝારખંડ સરકારની વેબસાઈટે પણ લાખો પેન્શનધારકોના આધાર નંબર, બેંક ખાતાની વિગતો, નામો અને સરનામાંઓ બહાર પાડ્યા છે.

જાહેર જનતામાં ઉહાપોહના દરેક બનાવ વખતે યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા આધાર (UIDAI)એ જણાવ્યું છેકે બાયોમેટ્રિક ડેટા સુરક્ષિત છે અને દાવો કર્યો છે કે “ આ વેબસાઈટ પર જાહેર કરાયેલ આધાર નંબરને કારણે લોકોને કોઈ ખતરો નથી.... અને માત્ર વસ્તી વિષયક ડેટાના ડિસ્પ્લે માત્રથી તેનો દુરુપયોગ બાયોમેટ્રિક વિના શક્ય નથી (યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની પ્રેસ વિજ્ઞપ્તિ, ૨૦ નવેમ્બર, ૨૦૧૭). તે વસ્તી વિષયક ડેટાને છાપવાની બાબતને અવગણીને, ડેટાના દુરુપયોગની ઘટનાઓને સતત નકાર્યા કરે છે. તે એવો પણ દાવો કરે છે કે ટે આ સુવિધાની સંપૂર્ણ રેકોર્ડ રાખે છે અને “કોઈપણ દુરુપયોગ પકડી પાડી શકે છે.” આમછતાં, ટ્રીબ્યુનમાં છપાયેલ વિગત જેવા સ્તરે થયેલ દુરુપયોગ કઈરીતે વણનોંધ્યો રહ્યો તેનો જવાબ આપવામાં અસમર્થ છે.

લાગે છેકે પાછળથી વિચારીને, યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ ૫૦૦૦ અધિકારીઓની સીસ્ટમ પરની પહોંચને અવરોધી છે અને નવી દ્વિસ્તરીય સુરક્ષા પદ્ધતિ (વર્ચ્યુઅલ આઈડી અને લીમીટેડ કેવાયસી) દાખલ કરી છે. ખાનગી ઓપરેટરોએ લાખો આધાર અરજીઓ પ્રોસેસ કાર્ય બાદ ગયે વર્ષે યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આ કાર્ય સરકારી કેન્દ્રો, બેંકો અને પોસ્ટઓફિસને સોંપવાનું નક્કી કર્યું છે. આ હકીકત બન્યા પછી પગલા લેવાની ટેવ, પહેલેથી આધાર પ્રોજેક્ટ અને યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI) ની ખાસિયત રહી છે. એની શરૂઆત કાયદો ઘડાયો એની પણ પહેલાં યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની સ્થાપના, નોંધણી અને જોડવાની પ્રક્રિયાથી આની શરૂઆત થઇ. અને આ પ્રોજેક્ટને કોઈ કાયદો કે ડેટાની સુરક્ષા અને ગોપનીયતા માટેના કોઈપણ સાવચેતીના પગલા લીધા વિના,આપણા જીવનના લગભગ તમામ પાસાઓ સાથે આવરી લેવામાં આવ્યો. આ દરમ્યાન, સરકાર દ્વારા નાગરીકો ઉપર જન્મ પ્રમાણપત્રથી લઈને મૃત્યુના પ્રમાણપત્ર સુધી અને આ વચ્ચે જે પણ કોઈ સુવિધા વિચારી શકાય તે તમામ માટે, આધાર નંબર પૂરો પાડવા માટે સતત અને દબાણપૂર્વક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં, આ પ્રયાસો એવા વાહિયાત સ્તર સુધી પહોંચી ગયા કે હાલમાં ઉત્તરપ્રદેશ સરકારે રાત્રી રોકાણ સુવિધા આપવા માટે પણ આધાર નંબરની માંગણી કરી, જેને કારણે, સર્વોચ્ચ અદાલતે પૂછવું પડ્યું કે શું જેમની પાસે આધાર કાર્ડ નથી “તેઓ શું ભારતીય ગણતંત્ર અને ઉત્તર પ્રદેશ સરકાર માટે અસ્તિત્વ ધરાવતા નથી.”

સરકારે શરૂમાં નક્કી કરેલ તે કરતા આગળ વધીને, આધારના દુરુપયોગ થતો હોવાને પડકારતો કાયદાકીય કેસ છેક ૨૦૧૫થી સર્વોચ્ચ અદાલતમાં પેન્ડીંગ છે, જેની સુનાવણી ૧૭મી જાન્યુઆરીથી શરુ થનાર છે. સર્વોચ્ચ અદાલતે એ પણ જોવું પડશે કે આધાર પ્રોજેક્ટ કઈ રીતે અને શાને માટે શરુ કરાયો હતો અને એ કઈ રીતે આગળ વધારવામાં આવી રહ્યો છે; ડેટાની સુરક્ષા ના સદર્ભે રહેલ ત્રુટીઓ; આધારને લગતા મુદ્દાને લઈને નાગરિકોના અધિકારો અને સેવાઓ આપવામાં કરાતી આનાકાની; જાણ કરીને મેળવાતી પરવાનગી અને ગોપનીયતાના નિયમોની અવગણના; અને સૌથી વધુ તો યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની આ મુદ્દાઓને હાલ કરવાની નિષ્ફળતા. યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI) જેવી ઓથોરીટી, જે વસ્તી વિષયક સંવેદનશીલ માહિતીઓને પુરતી સુરક્ષિત રાખવામાં અસફળ છે તેના પર કઈ રીતે નિયંત્રણ લાવી શકાય? બી એન ક્રિશ્ના કમિટીએ ભારતમાં ડેટા સુરક્ષા પરના તેમના શ્વેતપત્રમાં ડેટા સુરક્ષા માટેના કાયદા માટે જરૂરી મુખ્ય નિયમો માંથી “ડેટા સુરક્ષાના માળખાને લાગુ કરવાની સત્તા માત્ર ઉચ્ચ અધિકૃત અને તે માટેની ક્ષમતા ધરાવતી ઓથોરીટીને જ સોંપવામાં આવે” આ બાબત પર ભાર મુક્યો છે. આ શ્વેતપત્રમાં આવી ઓથોરીટી માટે અનેક આંતરરાષ્ટ્રીય પ્રચલનો અને ચલણો પણ નોંધવામાં આવ્યા છે. ચોક્કસપણે, તે યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)થી સ્વતંત્ર હોવી જોઈએ અને તેની પાસે તેણે નિયંત્રણમાં રાખવાની સત્તા હોવી જોઈએ.

આપણે જ્યારે માહિતીના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે- વ્યક્તિની ઓળખ માત્ર રાજ્ય માટેજ મુલ્યવાન નથી પરંતુ ખાનગી કોર્પોરેશનો માટે પણ મુલ્યવાન છે- ભારતમાં આધાર પ્રોજેક્ટનું જે રીતે ક્રિયાન્વયન થઇ રહ્યું છે તે સરકારનો નાગરિકોની વ્યક્તિગત ગોપનીયતાના અધિકાર, જે અધિકારની દેશની સર્વોચ્ચ અદાલતે હાલમાંજ પુષ્ટિ કરી છે, તે પ્રત્યેની તેમની બેદરકારી દાખવે છે. આપણે આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટ આ અધિકારની પુનઃપુષ્ટિ કરશે અને જે અત્યંત ખોટું થઇ રહ્યું છે તેને સુધારશે.

આ ન્યૂઝ epw.in માંથી સાભાર લેવામાં આવ્યો છે.