મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઈ : ૧૮ માર્ચ ૧૯૩૮ના રોજ જન્મેલા શશી કપૂર કે જેઓને ચોકલેટી હીરો તરીકે પણ ઓળખવામાં આવતા હતા તેમનું ૭૯ વર્ષની વયે સોમવારે નિધન થયું છે. ત્રણ અઠવાડિયા સુધી સારવાર લીધા બાદ તેઓનું નિધન થયું. ૧૯૪૦માં ફિલ્મ જગતમાં પ્રવેશ કરનાર અભિનેતા શશી કપ્પોરે ફિલ્મો સાથે રંગમંચને પણ તેમની પ્રતિભાનો પરચો આપ્યો હતો. શશી કપૂરને ૨૦૧૪મ દાદા સાહેબ ફાલકે અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એક સફળ અભિનેતા તરીકે લોકોના હૃદયમાં સ્થાન જમાવ્યું હતું. આશરે ૧૬૦ થી વધુ ફિલ્મોમાં કામ કરનારા શશી કપૂરે જબ જબ ફૂલ ખીલે જેવી ખૂબ ખ્યાતનામ ફિલ્મો આપી હતી. ૭૯ વર્ષની વયે લાંબી બીમારી બાદ તેમણે તેમનો દેહ છોડ્યો હતો. જયારે અન્ય ખ્યાતનામ ફિલ્મો કહીએ તો ત્રિશુલ, કભી-કભી જેવી ફિલ્મોથી તેમણે તેમની આગવી છાપ છોડી હતી. ભાવુક ફિલ્મોમાં મેરે પાસ માં હૈ ના સવાદથી તેઓ લોકપ્રિય બન્યા હતા.