નવી દિલ્હી: સ્વતંત્ર મીડિયા વેબસાઈટ, હૂટ દ્વારા બહાર પડાયેલ, ઇન્ડિયા ફ્રીડમ રીપોર્ટ,૨૦૧૭ના નિષ્કર્ષમાં જણાવાયું છે કે ભારતમાં ગતવર્ષે પત્રકારીતાના વાતાવરણમાં સ્થિરપણે વિપરીત પરિસ્થિતિઓ વધી છે. ગૌરી લંકેશ સહીત બે પત્રકારોને, ગોળી મારવામાં આવી અને એકનો મૃત્યુ પામવા સુધી પીછો કરવામાં આવ્યો. આમતો ૧૧ પત્રકારોને મારી નાંખવામાં આવ્યા છે, જેમાના માત્ર ત્રણને તેમના દ્વારા કરવામાં આવેલ કાર્ય સાથે સીધી રીતે સાંકળી શકાયા છે. વર્ષ દરમ્યાન ફરજ બજાવી રહેલ પત્રકારો ઉપર ૪૬ હુમલાઓ થયા છે અને ૨૭ કિસ્સાઓ નોંધાયા છે જેમાં પત્રકારો વિરુદ્ધ કેસ દાખલ કરાયા છે કે તેમની ધરપકડ કરાઈ છે.

રીપોર્ટમાં વિવિધ પ્રકારની સેન્સરશીપ અને મીડિયાની પહોંચને નકારવામાં આવી હોવાનું પણ નોંધાયું છે. એ રસપ્રદ છે કે આવા હસ્તક્ષેપો તમામ પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ગોવાની ગઠબંધન સરકારે માત્ર ચુનિંદા પત્રકારોને બ્રીફિંગ આપી પ્રેસની પહોંચને સીમિત કરવાનો પ્રયાસ કર્યો તો કેરલામાં કમ્યુનીસ્ટ પાર્ટીની સરકારના મુખ્યમંત્રીએ, તેમની અને બીજેપીના પ્રતિનિધિઓ વચ્ચેની બેઠક માંથી પત્રકારોને બહાર હાંકી કાઢ્યા. રાજસ્થાને મીડિયા દ્વારા પબ્લિક સર્વન્ટ અને જજો સામેના ભ્રષ્ટાચારના આરોપોનું રીપોર્ટીંગ રોકવા માટે લગભગ કાયદો ઘડીજ નાખ્યો હતો અને દાર્જીલિંગમાં ઈલોકટોનીક મીડિયાને ગોરખાલેન્ડ આંદોલનને કવર નહિ કરવા માટે જણાવાયું હતું. કોંગ્રેસ પાર્ટી પણ “પ્રેસ પર અંકુશ મુકવા”ની રમતમાં જોડાઈ હતી અને તેની વિરુદ્ધ રીપોર્ટ કરતી ચેનલોને તેની પ્રેસકોન્ફરન્સોમાં આવવા દીધી નહોતી. જયારે જમ્મુ કાશ્મીરમાં હંમેશ મુજબ જ ભારત સરકારના વિશિષ્ટ પ્રતિનિધિ દીનેશ્વર શર્માની કુપવારાની મુલાકાત જેવા કેટલાક કાર્યક્રમોથી મીડિયાને દુર રખાયા હતા કે પછી, વારંવાર, અશાંતિની દરેક ઘટના પછી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. હકીકતમાં, ૨૦૧૭માં, તમામ રાજ્યોની સરખામણીમાં, જમ્મુ કાશ્મીરમાં મીડિયાની સ્વતંત્રતા અને બોલવાની સ્વતંત્રતાનો સૌથી ખરાબ રેકોર્ડ નોંધાયો હતો જેમાં પત્રકારોની ધરપકડ અને અન્ય અત્યાચારો ઉપરાંત ૪૦ દિવસ ઈન્ટરનેટ સેવાઓ બંધ રહી હતી (આખા દેશમાં કુલ ૭૭ દિવસ ઈન્ટરનેટ સેવા બંધ રહી હતી). એ આશ્ચર્યજનક નથી કે પ્રેસની સ્વતંત્રતા બાબતે ભારતનું સ્થાન ઉજવણી કરવા યોગ્ય નથી જ.

પત્રકારોની હત્યાઓ, તેમના પરના હુમલાઓ તેમની ધરપકડ તેમજ સીધા અને આડકતરી રીતે કરતા સેન્સરશિપના પ્રયાસો પ્રેસની સ્વતંત્રતા ઉપર હુમલાના દેખીતા પ્રકારો છે, ઘણીવાર જેની નોંધ નથી લેવાતી તે માહિતીઓ સુધીની તેમની પહોંચ તેમજ જાહેર સેવાના અધિકારીઓ સુધીની પહોંચને રોકવાના પ્રયાસો છે જે લોકતાંત્રિક રાષ્ટ્રમાં પ્રેસની સ્વતંત્રતાને રોકવાનો અન્ય એક પ્રકાર છે. મીડીયાને લોકતંત્રના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે છતાં આ બાબતે ભૂતકાળમાં પણ તેનો રેકોર્ડ બિનસાતત્યપૂર્ણ અને નબળો રહ્યો છે. હમણાં, છેલ્લે છેલ્લે તો સવાલ પૂછવાનું ટાળવાનો એક ચોક્કસ દ્રષ્ટિકોણ અપનાવવાનો અભિગમ જોવા મળ્યો છે. આને પરિણામે, છેલ્લા ત્રણ વર્ષમાં શાંત રીતે માહિતી પર અંકુશ મુકવાનું વલણ લગભગ ધ્યાનમાં પણ આવ્યું નથી. એ કહેવાની જરૂર નથીકે તમામ સરકારો, પછી તે ગમે તે રાજકીય પક્ષની હોય તે પત્રકારોની માહિતી સુધીની પહોંચને રોકવાનો અને કમસેકમ તેણે તોડવા મરોડવાનો પ્રયાસ કરતી રહી છે. પરંતુ આવું ભાગ્યેજ બન્યું છેકે કેન્દ્ર સરકાર દ્વારા માહિતી પર આટલો કડક અંકુશ મુકવામાં આવ્યો હોય તે પણ એટલી હદ સુધી કે અમલદારશાહોમાં પત્રકારો સાથે વાત કરવા કે હળવામળવા સામે આટલો બધો ભય હોય. સત્તામાં રહેલ લોકો, વડાપ્રધાનના દ્રષ્ટિકોણ સાથે જ જાહેરમાં સુર પુરાવે છે. સરકારમાં કોઈ ખુલી ચર્ચા થતી નથી અને સ્વતંત્ર અવાજો બોલતા ગભરાય છે. આને કારણે વ્યક્તિગત પત્રકારો માટે અગત્યના મુદ્દાઓ બાબતે તપાસ કરવાનું, લગભગ કોઈ સ્થાન બચ્યું નથી.  જયારે તેઓ આવું કરે છે તો તેમના પર, વિરોધ પક્ષ સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ મુકવામાં આવે છે.

છેલ્લા સાડા ત્રણ વર્ષથી, જ્યારથી તેમણે વડાપ્રધાનની ખુરશી સંભાળી છે ત્યારથી આજ સુધીમાં નરેન્દ્ર મોદીએ એક પણ પત્રકાર પરિષદનું આયોજન કર્યું નથી. એને બદલે તેમણે ક્યાંતો એકપક્ષી ‘મન કી બાત’ જેવા કાર્યક્રમો કે પછી મિત્રતા ધરાવતી ન્યુઝ ચેનલો પર ગોઠવેલ વાર્તાલાપો નો સહારો લીધો છે. ફક્ત જે ચેનલો અને મીડિયા ઘરો, જે સરકારના દ્રષ્ટિકોણને જ સાચો દર્શાવે તેમનેજ ઈન્ટરવ્યું મળી શકે, જે મોદીએ ૨૦ અને ૨૧ જાન્યુઆરીના રોજ ઝી ન્યુઝ અને ટાઈમ્સ નાઉ ને આપેલા ઈન્ટરવ્યું પરથી છતું થાય છે. ઘણા એવી દલીલ કરી શકે કે રાષ્ટ્રના વડા માટે પ્રેસને મળવું અને તમામ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત ણ હોય શકે. પરંતુ સીધા સંપર્કના અભાવમાં પ્રેસ પાસે તેમના જાહેર ઉચ્ચારણો પરથી અંદાજ લગાવવા સિવાય કોઈ બીજો ચારો બચતો નથી કે વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ શું વિચારે છે અને હવે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં થઇ રહ્યું છે તેમ, તેમના સોશ્યલ મીડિયા પરની કોમેન્ટો પરથી. ટ્રમ્પના મામલે પણ તેઓ એ તમામ પ્રકાશનોને ‘ફેક ન્યુઝ’ કહીને ઉડાવી દે છે જે તેમની સામે સવાલ ઉભા કરે છે, તેમછતાં, વ્હાઈટ હાઉસના પ્રેસના રેગ્યુલર બ્રીફિંગમાં કોઈ રુકાવટ આવી નથી અને ટીવી પ્રસારણમાં સવાલ અને જવાબ બંને સામાન્ય નાગરીકો સાંભળી શકે છે. ભારતમાં, આ પ્રકારના વાર્તાલાપો સદંતર બંધ થઇ ગયા છે સિવાય કે બજેટની પૂર્વ સંધ્યા હોય કે પછી કોઈ અગત્યની પોલીસી નું પ્રસારણ હોય.

ભારતના પ્રેસની સ્વતંત્રતા માહિતીના અધિકૃત સ્ત્રોતો, જેવાકે પ્રેસ કોન્ફરન્સ અને બ્રીફીગ વગેરે, બંધ થવાની સાથે સીધી રીતે સંકળાયેલી છે. આવું ત્યારે થાય છે કે જ્યારે અધિકારી એ માનવાથી ઇનકાર કરે છેકે નીતિ વિષયક મુશ્કેલ સવાલો પુછવા અને તેના અમલીકરણમાં રહેલ ખામીઓની નોંધ લેવી એ પ્રેસનું કાર્ય છે. ફક્ત મુક્ત પ્રેસ દ્વારા જ આ શક્ય છે. આજે મુશ્કેલ સવાલોને માત્ર બિનજરૂરી જ ગણવામાં નથી આવતા પરંતુ બેઈમાન અને રાષ્ટ્રવિરોધી માનવામાં આવે છે. એને બદલે મીડિયા એક વ્યક્તિના ગુણગાન ગાવામાં લાગી જાય છે જેવુકે આપણે ટેલીવિઝન ઇન્ટરવ્યુંમાં જોયું અને પત્રકારીતાની રમુજ ઉડાવે છે.

આ આર્ટિકલ epw.in ઈકોનોમિકલ એન્ડ પોલીટીકલ વીકલીમાંથી સાભાર લેવામાં આવ્યો છે.