નવી દિલ્હી: નોંધપાત્ર રીતે, ૧૦ ડીસેમ્બરના રોજ શિકાગો બોર્ડ ઓપ્શન્સ એક્સચેન્જ પર અને તે પછીના અઠવાડિયે એનાથી મોટા શિકાગો મર્કન્ટાઈલ એક્સચેન્જ પર બીટકોઈનની ક્રીપ્ટોકરન્સીના ફ્યુચર ટ્રેડીંગની શરૂઆત, મોટા સંસ્થાકીય રોકાણકારો, જે અત્યારસુધી અનિયંત્રિત એક્સચેન્જો પર લે વેચ નહિ કરવાના તેમના નિયમોથી બંધાયેલા હતા, તેમની પાસે હવે તેમના પોર્ટફોલીઓ માટે એક નવું અને આકર્ષક નાણાકીય સાધન આવ્યું છે. બીટકોઈનના ભાવો આસમાને પહોંચ્યા હોવાથી, મોટા સંસ્થાકીય રોકાણકારો એને વધુ સમય સુધી હોલ્ડ કરી મોતો મૂડી નફો કરવાની ઉભી થયેલ તક ગુમાવી શકે નહિ. ભાવમાં ધરખમ ઉતાર ચઢાવને ન જોઈએ તો, જાન્યુઆરી,૨૦૧૭માં $૧૦૦૦થી વધીને ડીસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં, એક સમયે બીટકોઈન $૨૦,૦૦૦ના સ્તર સુધી વધ્યો હતો, જેને કારણે ચિંતા ઉભી થઇ હતીકે ક્યારે આ ફુગ્ગો ફૂટશે. બીટકોઈનમાં વિશિષ્ટતા ધરાવતા હેજ ફંડો અને ક્રીપ્ટોકરન્સીઓ માટે સાવચેતી રાખવાનો સમય છે, સેન્ટ્રલ બેંકો અને ફાયનાન્સીયલ ઓથોરિટીઓ પણ બીટકોઈનના સટટાકીય ગાંડપણ જોખમી ગણાવી રહી છે.

તેમછતાં, હકીકત એ જ છે કે સેન્ટ્રલ બેંક દ્વારા, મોટી નાણાકીય કટોકટી જેને કારણે ક્યારેય નહોતી થઇ એટલી રોકડ ઉભી થઇ હતી તે વેળાએ, ફેડરલ રીઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ જાપાનની જેમ “આંકડાકીય સરળતા”ની નાણાકીય પોલીસી અપનાવાઈ રહી છે. આને કારણે અસ્કયામતો(શેર, બોન્ડ, બીજી નાણાકીય મિલકતો, રીઅલ એસ્ટેટ વગેરે)ના બજારમાં સટટાકીય વળાંક આવ્યો છે, જે મિલકતોની કિંમતોને મોટા ફુગાવા તરફ દોરી જશે. આવા અસ્ક્યામતોની કિંમતમાં આવેલ તેજીએ, જેતે અસ્કયામતોમાં સટટા સાથે મળીને મિલકતો ખરીદવા માટે જોઈતા નાણાના ધિરાણમાં વધારા માટે ફાળો આપ્યો છે. આને કારણે મિલકતોની કિંમતોમાં ઊછળ આવ્યો છે અને સટટાકિય ગાંડપણ વધુ વકર્યું છે. આખરે, સટટાખોરોની શાખ, તેમની પાસે રહેલ અસ્ક્યામતોની બજાર કિંમત પર આધાર રાખે છે, જે ધિરાણકર્તા બેંક માટે કોલેટરલ તરીકે કાર્ય કરે છે.

આંકડાકીય સરળતાને કારણે સરળ રોકડ ઉભી થઇ છે અને વિકસિત મુડીવાદી અર્થતંત્રોના અસલી ભાગોમાં સ્થિરતાને કારણે જે શક્ય હોય તે નફો રળી લેવાની દોટ સ્વાભાવિક રીતેજ શરુ થઇ ગઈ છે. આમ ૨૦૦૯માં બીટકોઈન આ પ્રકારની પ્રથમ ડીજીટલ કરન્સી આવવાથી, નાણા બજારોની પુરવઠાની બાજુએ, ક્રીપ્ટોકરન્સીની નવીનતા ઝટ દેખાઈ આવી છે. તે વ્યવહારોને સુરક્ષિત કરવા માટે ક્રીપ્ટોગ્રાફીનો ઉપયોગ કરે છે, નિર્માણ અને વધારાના યુનિટો ઇસ્યુ કરવાને કંટ્રોલ કરે છે અને તેની ટ્રાન્સફર ને ચેક કરે છે. એ સ્પષ્ટ છે કે. બ્લોક ચેઇન, જે બીટકોઈનની વિકેન્દ્રિત લેજર ટેકનોલોજીનો ભરપુર ફાયદો ઉઠાવી રહી છે, તે ધંધાકીય વેન્ચરના શેરો પણ સ્ટોક માર્કેટમાં આસમાન આંબી રહ્યા છે. અને ક્રીપ્ટોકરન્સી “માઈનીંગ” તરીકે ઓળખાતી, બીટકોઈન અને બીજી ક્રીપ્ટોકરન્સીના વધારાના યુનિટો ઉભા કરવા માટેની પ્રક્રિયા સાથે શરુ થયેલ ધંધાકીય વેન્ચરોમાં પણ ઉછાળો આવ્યો છે.

આપણને ૧૯૯૯ની ડોટ કોમ બબલ યાદ આવે છે જ્યારે ઈન્ટરનેટ વેન્ચર હોવાનો દાવો કરતી કંપનીઓના શેરોના ભાવો છાપરે ચડ્યા હતા. અવાસ્તવિક ઉત્સાહે ફરીવાર સીકાન્જો જમાવ્યો છે. આપણે કદાચ થોડીઘણી અતિશયોક્તિ કરી રહ્યા હશું પણ જો તમારે તમારી કંપનીના શેરોની કિંમતમાં ઉછાળો લાવવો હોય તો ફક્ત એનું નામ બદલી નાંખો, જેવી રીતે લોંગ આઈલેન્ડ આઇસ્ડ ટી કોર્પોરેશને તેનું નામ લોંગ બ્લોકચેઈન કોર્પોરેશન કરી નાખ્યું! આખરે, બીટકોઈન અને બ્લોકચેઈનના સંવાદદાતાઓ દાવો નથી કરી રહ્યા કે આ ફાયનાન્સિઅલ પ્રોડક્ટ અને પ્રોસેસ ઈનોવેશન ઈન્ટરનેટ ક્રાંતિનું દ્વિતીય સ્તર છે? ડોલર, યુરો કે પછી રૂપિયાથી વિપરીત, મોટો દાવો એ છે કે બીટકોઈનમાં તમારે કેન્દ્રીય ઓથોરીટી(સેન્ટ્રલ બેંક)માં કે કોમર્શીયલ બેન્કિંગ સીસ્ટમમાંની ફાયનાન્શિયલ ઇન્ટરમીડીયરીમાં, કે પછી રાજ્યોની મુખ્ય સીસ્ટમ જે તેની જેતે સેન્ટ્રલ બેન્કને ટેકો આપતી હોય તેમાં ભરોસો રાખવાની જરૂર નથી. ગ્લોબલ ફાયનાન્સિંગમાં વાયા ગ્લોબલ ઇકોનોમીના ઈન્ટરનેટ દ્વારા પ્રવેશ મેળવો જેને સેન્ટ્રલ બેંક અથવા ફાયનાન્શિઅલ ઓથોરીટીના કોઈપણ નિયમો કે નિયંત્રણો લાગુ પડતા નથી!

આ પ્રકારના ઉહાપોહ સર્જવા માટે ઉપરાંત, બીટકોઈન અને બ્લોકચેઈનનો ફુગ્ગો ગમેત્યારે ફૂટી જવાના પ્રશ્ન પર ધ્યાન આપવાની જરૂર છે. ૨૦૦૭માં, બે મંદીવાદી હેજ ફંડોની નિષ્ફળતા અને તેના પગલે માર્કેટમાં મોટા જોખમવાળા કોલેટરલાઈઝ ડેટ ઓબ્લીગેશન ફ્રીઝ થવાની પહેલાજ, બેન બર્નાનકે, તે વખતના ફેડરલ રીઝર્વના અધ્યક્ષે દાવો કર્યો હતો કે મોર્ગેજ લોન પર આધારિત સિક્યુરીટીના માર્કેટના તૂટી પડવાને કારણે આખી નાણાકીય વ્યવસ્થા પર કોઈ વિપરીત અસર થશે નહિ. શું તેમને આ સીક્યુરીટીઓમાં થતા સટટાની અને બહોળી નાણાકીય વ્યવસ્થા વચ્ચે ના આંતરિક જોડાણોને કારણે ઉભી થનાર મોટી નાણાકીય કટોકટીની જાણકારી નહોતી?

તો પછી બીટકોઈન – બ્લોકચેઈનના ગાંડપણ અને અન્ય અસ્કયામતોના માર્કેટ, બેંક ધિરાણ અને નાદારી વચ્ચે ક્યાં આંતરિક જોડાણો છે? સાચું પૂછો તો, આપણી પાસે કોઈ કલુ નથી. જોકે આપણે એ જાણીએ છીએ કે જ્યારે નોંધપાત્ર અસ્ક્યામતોની કિંમતોનો ફુગ્ગો ફૂટે છે અને તેની સાથે સંખ્યાબંધ કોલેતારાલો હવામાં ગાયબ થઇ જાય છે, વૈશ્વિક ફાયનાન્સની દુનિયાના બધાજ દેશોની, તમામ નાણાકીય સંસ્થાઓ અને માર્કેટો પર આભ તૂટી પડે છે.

જોકે, મોટો મુદ્દો એ છે કે આ આર્થિક વિકાસના મુખ્ય એન્જીન, ઉત્પાદક રોકાણો નહિ પરંતુ વિકસિત મુડીવાદી દેશોમાં લાંબાગાળાથી ચાલી રહેલ અર્થતંત્રીય રુકાવટ (ધીમો અર્થતંત્રીય વિકાસ, ઉંચી બેરોજગારી/ અર્ધ રોજગારી, અને વધારાની ક્ષમતા), અને સટટાકીય ફાયનાન્સ છે. બીજા શબ્દોમાં કહીએ તો આર્થિક વ્યવસ્થાને ચલાવવા માટે શ્રેણીબંધ ફાયનાન્સિઅલ બબલની જરૂરત છે. આવા આર્થિકીકરણ દ્વારા લવાયેલ વેલ્થ ઈફેક્ટ- જેમાં  આવકના વધારાની ગેરહાજરીમાં પણ મિલકતોની કિંમતમાં થતા વધારાને કારણે વપરાશ વધવાનું વલણ – વાસ્તવિક અર્થતંત્રને ઉત્તેજે છે. પણ જ્યારે આ આર્થિક ફુગ્ગો ફૂટી જાય છે ત્યારે વાસ્તવિક અર્થતંત્ર વેરવિખેર થઇ જાય છે.અગાઉના આર્થિક ગાંડપણોની જેમજ બીટકોઈન અને બ્લોકચેઈનનું વળગણ પણ મૂડીવાદની યેનકેન પ્રકારેણ સંપત્તિ એકઠી કરવાની આંધળી દોડનું ઉદાહરણ છે, પછી ભલે આને કારણે લોકોની જરૂરિયાતો સંતોષાય કે ના સંતોષાય.

ન્યૂઝ epw.in માંથી સાભાર લેવામાં આવ્યો છે.