મેરાન્યૂઝ નેટવર્ક, સ્ટોકહોમ: પ્રતિષ્ઠિટ નોબેલ પ્રાઇઝની યાદીમાં આ વર્ષે ચિકિત્સા ક્ષેત્રે આ એવોર્ડ સામૂહિક રીતે જેમ્સ પી એલિસન (અમેરિકા) અને તાસુકૂ હોંજો (જાપાન) ને કેન્સર થેરપીની શોધ માટે એનાયત કરવામાં આવ્યો છે. કેન્સરની બીમારીના ઇલાજ માટે બંને વૈજ્ઞાનિકોએ એવી થેરપી વિકસિત કરી છે જે જેથી શરીરની કોશિકાઓમાં ઇમ્યુન સિસ્ટમ (રોગ પ્રતિકારક શક્તિ) ને કેન્સર ટ્યુમરથી લડવા માટે મજબૂત બનાવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે સાહિત્યનો નોબેલ પુરસ્કાર નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા 70 વર્ષમાં પ્રથમ વખત એવુ બની રહ્યું છે કે સાહિત્યનો નોબેલ પુરસ્કાર નહીં અપાય. આ વખતે સાહિત્યનો નોબેલ પ્રાઇઝ ન આપવામાં આવનાર હોવાને કારણે બધાની નજર નોબેલ શાંતિ એવોર્ડ પર છે અને તેની જાહેરાત આગામી શુક્રવારે ઓસ્લો ખાતેથી થશે. આ પહેલા ભૌતિક, રસાયણ અને અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઇઝની જાહેરાત થશે.