મેરાન્યૂઝ નેટવર્ક.હૈદરાબાદઃ એનઆઈએની તપાસમાં એક મોટો ખુલાસો થયાનો દાવો કરાઈ રહ્યો છે. તેના અનુસાર પાકિસ્તાનથી જોડાયેલા આતંકી સંગઠન ફલાહ-એ-ઈંસાનિયત ફાઉન્ડેશન ભારતમાં ફંડિંગ કરતું હતું. આ મામલામાં મહોમ્મદ સલમાન નામના એક શખ્સને એક શખ્સની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર મામલાની તપાસ અને મહોમ્મદ સલમાનથી પુછપરછ દરમાયન ખબર પડી કે હરિયાણા અને રાજસ્થાનના કેટલીક મદરેસા માટે પાકિસ્તાનથી નાણાં આવ્યા હતા. આ તપમાસમાં એવી પણ ખબર પડી કે હરિયાણા પલવલના એક ગામમાં આ ફંડથી મસ્જિદ બનાવડાવાઈ રહી હતી. એક અંગ્રેજી ન્યૂઝ મુજબ એનઆઈએ પ્રવક્તાએ કહ્યું કે મહોમ્મદ સલમાનને દુબઈમાં રહેનાર પાકિસ્તાની નાગરિક કામરાન નાણાં મોકલતો હતો. તેણે સલમાનને 70 લાખ રૂપિયા મોકલ્યા હતા.

કહેવાય છે કે, કામરાન લશકર એ તોયબા માટે કામ કરતો હતો. આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે ફંડિંગ થયું હતું. આતંકી સંગઠનથી આવી રહેલા રૂપિયાને દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને જમ્મૂ કશ્મીર મોકલાઈ રહ્યા હતા. એટલું જ નહીં કેટલાક પૈસા ઈસ્લામિક ઈન્ટિટ્યૂટમાં પણ જઈ રહ્યા હતા. આ જાણકારી સલમાને આપી છે. આ મામલાથી જોડાયેલા અન્ય તબક્કાઓની પણ તપાસ એનઆઈએ કરી રહી છે. એનઆઈએએ કહ્યું કે આ આતંકી સંગઠનએ અન્ય વિદેશી દેશોમાં પણ ફંડ આપ્યા છે. આ આતંકી સંગઠન હાફિઝ સઈદ દ્વારા ચલાવાઈ રહ્યું છે. હાફિઝ 2008 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.