મેરાન્યૂઝ નેટવર્ક.તેલંગાનાઃ તેલંગાનાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર અલ્પસંખ્યકોના તૃષ્ટીકરણનો આરોપ લાગવાના એક દિવસ બાદ જ હૈદરાબાદના ગોશમહલથી ભાજપાના ધારાસભ્ય ટી રાજાસિંહ લોધએ સોમવારે ઈફ્તાર પાર્ટીઓ આપનારા નેતાઓને વોટના ભિખારી કહી દીધા છે.

એક વીડિયોમાં રાજા સિંહ કહેતા નજરે પડ્યા હતા કે, હાલમાં તેલંગાનામાં ઘણા ધારાસભ્યો ઈફ્તાર પાર્ટી આપવા, માથા પર ટોપીઓ પહેરવા અને સેલ્ફી લેવામાં વ્યસ્ત છે. તેમને લાગે છે કે જો આપણે વોટ બેન્કની રાજનીતિ કરવી છે તો તેમને સબકા સાથ સબકા વિકાસ અંગે વિચારવું પડશે. આ વિચારસરણી છે. તે જે તેમની સાથે (ઈફ્તાર પાર્ટીમાં શામેલ થવા માટે) બેસે છે તે વોટના ભિખારી છે. મારી વિચારસરણી અલગ છે.

રાજા સિંહએ એવું પણ કહ્યું કે લીલી બુક ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે જવાબદાર છે અને તે ક્યારેય તે લોકો માટે ન તો ક્યારેય ઈફ્તાર પાર્ટી રાખશે ન તેમાં શામેલ થશે જે હિન્દુઓને મારવાની વાત કરે છે.

 

મુસ્લિમ સમુદાય પર સીધો હુમલો કરતા અને તેના પર હિન્દુઓને મારવાનો આરોપ લગાવતા ભાજપાના ધારાસભ્યએ કહ્યું કે તેમનો ધર્મ અલગ છે જેમ કે હિન્દુત્વ દરેક કોઈને સન્માન આપવાનું શિખવે છે. તેમણે આગળ કહ્યું કે, કેટલાક ધર્મ અને તેમની ધાર્મિક બુક હિન્દુઓને કાફિર બતાવીને મારવાની વાત શિખવે છે. તે લોકો માટે કોઈ ઈફ્તાર પાર્ટી કેવી રીતે રાખે કે તેમાં શામેલ થઈ શકે છે જે હિન્દુઓને મારવાની વાત કરે છે. તે આતંકવાદ ફેલાવવા માટે જવાબદાર લીલી બુક પર પ્રતિબંધ કરાવીને રહેશે. રાજા સિંહે કહ્યું કે, તેમનું અવિભાજિત હિન્દુ રાષ્ટ્રનું એક સપનું છે. સપનાના સંકેતમાં તેમણે અયોધ્યામાં રાજા રામ મંદિર નિર્માણ, દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ અને કશ્મીરી પંડિતોને ફરીથી વસાવવાની વાત પણ શામેલ છે.

તેમણે કહ્યું કે જ્યારે દુનિયામાં 50થી વધુ મુસ્લિમ રાષ્ટ્ર છે અને 100થી વધુ ઈસાઈ રાષ્ટ્ર છે તો એકલ હિન્દુ રાષ્ટ્ર કેમ નથી બની શકતું? ઉલ્લેખનીય છે કે પૂર્વમાં ઘણી વાર ભડકાઉ નિવેદનબાજી કરવાને લઈને રાજા સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ ચુકી છે. રાજા સિંહએ આરોપ લગાવ્યો હતો કે તેલંગાના સરકાર રાજ્યની બદહાલ આર્થિક સ્થિતિ માટે કેન્દ્ર સરકારથી મદદ ઈચ્છે છે પણ વિકાસથી ઉલટી બેન્કની રાજનીતિ સાધન માટે ઈફ્તાર પાર્ટી પર 66 કરોડ ખર્ચ કરી રહી છે. ગત દિવસોમાં રાજા સિંહે કહ્યું હતું કે જો 2019 સુધી અધ્યામાં રામ મંદિર નહીં બને તો તે પાર્ટીમાંથી રાજીનામુ આપીને રસ્તા પર ઉતરી પડશે.