મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડની સ્વિસ એવિએશન કંસલ્ટીંગ (એસએસી)એ એર ઈન્ડિયાને ખરીદવા માટેની તૈયારી દર્શાવી છે. ભારત સરકાર ચાલુ વર્ષના અંત સુધી એર ઈન્ડિયાને વેચવા માગે છે. સ્વિલ એવિએશન મિનિસ્ટ્રીના સૂત્રોના ઈટીને જણાવ્યા અનુસાર એર ઈન્ડિયામાં રસ દર્શાવનાર આ પહેલું ઈન્ટરનેશનલ એવિએશન ગ્રુપ છે.

જોકે ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે આ પગલું ગંભીર નથી લાગતું અને તેવું થઈ શકે કે સ્વિટ્ઝર્લેન્ડની કંપની ફક્ત પોતાના ક્લાઈન્ટ્સ માટે સંભાવનાઓ તપાસી રહી છે. સુત્રોનું કહેવું છે કે સ્વિસ એવિએશન કંસલ્ટિંગને હાલમાં જ એર ઈન્ડિયાના માટે રસ દર્શાવ્યો છે.

આ અંગે એસએસીએ મોલકેલા મેઈલમાં કોઈ જવાબ આપ્યો ન હતો. એસએસીની શરૂઆત 2005માં થઈ હતી. આ તમામ પ્રકારની એવિએશન સર્વિસિસ આપે છે. તેના ક્લાઈન્ટ્સમાં વિમાનોના અંગત માલિક અને ઈન્ફાનેશનલ ઈસ્ટીટ્યૂશંસ સામેલ છે.

એર ઈન્ડિયાના કેટલાક લોકો અન્ય વિદેશી કંપનીઓને પણ આવકારી શકે છે. જેમાં સિંગાપુર એરલાઈન્સ અને ટાટા ગ્રુપ તથા એર ફ્રાન્સ કેએલએમની જેટ એરવેઝ સાથે મળીને ખરીદીમાં સામેલ થાય તેવી શક્યતા છે. એક ઈન્ડિયાને ખરીદવામાં સૌથી પહેલા રસ દાખવનાર દેશની મોટી કંપની એરલાઈન્સ ઈંડિગોએ હાલમાં જ આ અંગે પોતાના પગલા પાછળ ખેંચ્યા છે અને કહ્યું હતું કે તે ફક્ત એરલાઈન્સના ઈન્ટરનેશનલ ઓપરેશંસ ખરીદવા માગે છે.

એક એવિએશન કંસલ્ટન્ટે કહ્યું કે, તેવું થઈ શકે છે કે એસએસી કોઈ અન્ય કંપનીના પડછાયા તરીકે કામ કરી રહી છે. તેની ઈચ્છા ગંભીર નથી લાગતી. તેમનું કહેવું હતું કે, એ જાણવું મુશકેલ છે કે શું એસએસીએ કોઈ અન્ય કંપનીઓની તરફતી રસ દર્શાવ્યો હતો.

એસએસી લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર, આ એક ખાનગી માલિકીના હકની કંપની છે અને તેમાં કોઈ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન, મેન્યુફેક્ચરર, ઓપરેટર, ઈન્શ્યોરન્સ કંપની કે મેન્ટેનન્સ પ્રોવાઈડરની જ હિસ્સેદારી નથી. તેનાથી કંપનીના ક્લાઈન્ટસને વગર કોઈ ભેદભાવ અને પક્ષપાતે સર્વિસ મળવાનું આશ્વાસન રહે છે. એસએસી પાસે એવીએશન ઈન્ડસ્ટ્રીમાં ખાસ સમજ રાખવા વાળા કંસ્લટન્ટસ, લોયર્સ, ઓડિટર અને એન્જિનિયર છે. સરકારે દેવાના બોજાથી દબાયેલી એર ઈન્ડિયામાં 76 ટકા હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે. તેના માટે માર્ચના અંતમાં એક્સપ્રેશન ઓફ ઈંટરેસ્ટ (ઈઓએલ) જાહેર કર્યું હતું. સરકારની યોજના એરઈન્ડિયાનું પ્રાઈવેટાઈઝેશન કર્યા પછી ત્રણ વર્ષ પછી કંપનીને લિસ્ટ કરવાની છે અને તે સમય સરકારની બાકી હિસ્સેદારી વેચાઈ શકે છે.