મેરાન્યૂઝ નેટવર્ક. સુરેન્દ્રનગરઃ રાજ્યમાં દારૂબંધી માત્ર નામની જ રહી હોય તેમ તાજેતરમાં ભચાઉ PGVCL એન્જીનીયરની ઓફિસમાં દારૂની હોમ ડીલીવરીનો વીડિયો વાયરલ થયો છે તો બીજી તરફ સુરેન્દ્રનગર જીલ્લામાં દારૂ ભરેલી આખી ટ્રક ઉતારવામાં આવી હોય અને કટિંગ ચાલતું હતું ત્યારે જ RR CELLની ટીમ ત્રાટકી હતી જેમાં લાખોના દારૂ ઉપરાંત નાના મોટા વાહનો અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.

આર આર સેલની ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે સુરેન્દ્રનગર જીલ્લાના મોલડી ગામ નજીક નેશનલ હાઇવે નજીક ઇંગ્લીશ દારુનુ કટીંગ થવાનું હોવાથી સ્થળ પર પહોંચી રેડ કરતા ટ્રક તેમજ બીજા નાના-વાહનો મળી આવતા તેને રોકી ચેક કરતા ટ્રકમાં પ્લાસ્ટરના પાવડરની ગુણીઓ નીચે સંતાડેલી ઇંગ્લીશ દારુની નાની-મોટી બોટલ નંગ- ૧૦૯૫૨, કિંમત રૂ.૨૩,૨૫,૬૦૦/- તથા ટ્રક રજી.નં.આર.જે.૧૯.જી.બી.૬૮૩૩, મહિન્દ્રા પીકઅપ રજી.નં. જીજે.૧૩.એ.ડબલ્યુ.૨૩૪૮, મારૂતિ ફ્રન્ટી કાર રજી.નં.જીજે.૧૦.એફ.૮૯૭૪, મારૂતિ સેલેરીયો નં.જીજે.૦૧.આર.કે.૩૪૦૪ તથા મોબાઇલ ફોન નંગ-૧૩,પ્લાસ્ટર પાઉડરની ગુણીઓ મળી કુલ રૂ.૪૫,૭૯,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તો લાખોના દારૂની હેરાફેરી પ્રકરણમાં આરોપીઓ (૧) ભરત ઉર્ફે રજની રાઘવભાઇ દુમાદીયા જાતે કોળી ઉ.વ. ૨૮ રહે. ખેરડી (કાળાસર) તા. ચોટીલા (૨) બહાદુરભાઇ રત્નાભાઇ ડાભી કોળી ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે. કાબરણ તા. ચોટીલા (૩) ભરત ગોબરભાઇ ખોરાણી જાતે કોળી ઉ.વ. ૨૩ ધંધો ડ્રાઇવિંગ રહે. ખોરાણા ગામ તા.ચોટીલા (૪) વજુ વીરજીભાઇ ગાંગડીયા જાતે કોળી ઉ.વ. ૨૩ ધંધો ખેતી રહે. જિંજુડા તા. ચોટીલા (૫) હેમંત રાઘવભાઇ દુમાદીયા જાતે કોળી ઉ.વ. ૩૧ ધંધો નોકરી રહે. ખેરડી (કાળાસર) તા. ચોટીલા (૬) શંભુસિંઘ સ./ઓ. રેવતસિંઘ રાઠોડ જાતે રાજપૂત ઉ.વ.૫૦ રહે. લૂણાખૂર્દ ગાવ, તા. પોખરણ થાણા સાંકળા જિ. જેસલમેર (રાજસ્થાન) (૭) હરેશ જેસીંગભાઇ ચાવડા આહીર ઉ.વ.૪૩ (૮) જગદીશ રાયધનભાઇ ડવ આહીર (૯) મુકેશ મુળુભાઇ ડાંગર આહીર રહે. નં. (૭) થી (૯) આજીડેમ ચોકડી રામપાર્ક (મુકેશપાર્ક) શેરી નં.૩ રાજકોટ વાળા (૧૦) નાગરાજ નાજભાઇ ધાધલ રહે. નાગલપર તા. જિ. બોટાદ (૧૧) રણજીત ગભરૂભાઇ ખાચર ધંધો ખેતી રહે. સૈયડા તા. જિ. બોટાદવાળને ધોરણસર અટક કરી  તેમજ (૧૨) વાહન પુરૂ પાડનાર ગીરધરસિંઘ સોઢા રાજપૂત રહે. બાડમેર (૧૩) ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરાવી આપનાર દલપતસિંહ રહે. સાંચોર વાળાઓ મળી તમામ – ૧૩ વિરુધ્ધ ચોટીલા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. આમ સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં ફરીથી દારૂનો મસમોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. દારૂ ભરેલી આખી ટ્રકો બોર્ડર પાર કરી સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર સુધી કેવી રીતે પહોંચી જાય છે તે સવાલ પણ ઉઠી રહ્યો છે.