મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટના મેમ્બર્સ દ્વારા દીપ સે દીપ જલાઓ પ્રોજેક્ટમાં મીઠાઇ, કપડાં, રમકડાં, બ્લેંકેટ વગેરે જેવી વસ્તુનું કલેક્શન કરી જે લોકો નવા કપડાં કે સાડીઓ ખરીદી શકતા નથી અથ્વા જીવન ચલાવવા જેટલું કમાઈ શકતા લોકો કે જેમને દિવાળીનો તહેવાર ઉજવવો આર્થિક રીતે વધુ હેરાન કરી દેનારો બની જાય છે. તેવા ગરીબ અને મજૂર વર્ગના લોકોની દિવાળી પણ નવા કપડાંથી થાય તે હેતુથી આપવામાં આવી. જેમાં કામરેજ, ઉતરાણ, મોટાવરાછા અને સીમાડા ગામ જેવા વિસ્તારમાં આ કીટ આપવામાં આવી હતી. આ સંપૂર્ણ કાર્યક્ર્મ પ્રેસિડેન્ટ રો ભાવેશ ઘેલાણી અને સેક્રેટરી રો કલ્પેશ બલરના માર્ગદર્શન હેઠળ રો પારૂલ પાંચાણી અને રો સંગીતા નવાપરા દ્વારા કરવામાં આવ્યું હતું.