મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં આજે યોજાયેલા સોર્સ ઇન્ડિયા-2018 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સુરતની એક દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને આડે હાથે લીધા હતા. રાહુલે કહ્યું હતું કે ચોકીદાર ચોર છે તે વાતને કેન્દ્રમાં રાખી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે એક વડાપ્રધાનને ચોર કહેવું એ રાહુલના સંસ્કારો દર્શાવી જાય છે. બીજી બાજુ વીવર્સોએ કાળા વાવટા બતાવી સ્મૃતિ ઇરાનીનો વિરોધ કર્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સોર્સ ઇન્ડિયા-2018માં ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન મળી રહેશે. જેમાં 34 દેશોના બાયર્સ અને 100 જેટલી ટેક્સટાઇમ કંપનીએ ભાગ  લીધો હતો. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ કર્યું હતું. તેમણે કહ્યું કે સંસદમાં ગળે મળનારા રાહુલ ગાંધી આ રીતે વડાપ્રધાનને ચોર કહે છે તે તેના સંસ્કારો દર્શાવે છે. બીજી બાજુ રૂ. 600 કરોડની ક્રેડિટ લેપ્સના મામલે વીવર્સોએ સ્મૃતિ ઇરાનીનો કાળા વાવટા દર્શાવી વિરોધ કર્યો હતો. એ સાથે જ પોલીસે વીવર્સોની અટકાયત કરી હતી.