મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: સુરત એરપોર્ટ પર વર્ષ ૨૦૧૪ નવેમ્બર મહિનામાં થયેલ બફેલો હિટ બાદ ખાનગી એરલાઇન સ્પાઇસ જેટે સુરતથી તમામ ઉડાનો બંધ કરી દીધી હતી. ત્યારબાદ સવારની એક દિલ્હી વિમાની સેવા સિવાય અન્ય બધી જ હવાઇયાત્રા બંધ કરતા એરપોર્ટ બંધ હાલાતમાં જ રહેતું હતું અને હવે રન વે મોટી સંખ્યામાં બર્ડસ જોવા મળે છે જે સંભવિત બર્ડ હીટ કરાવી શકે છે.

આ બંધ એરપોર્ટને હાલનું ધમધમકતું એરપોર્ટ બનાવવામાટે સુરતની લોકો દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા એમાં સુરત એરપોર્ટ એકશન કમીટીનો દ્વારા એ દિશામાં કામ કરવામાં આવ્યું હતું.

પરંતુ હવે સુરત એરપોર્ટપર બર્ડ હિટ થવાના ભય વધી ગયા છે. હાલ સુરત એરપોર્ટપરથી એક દિવસમાં હવે ૪૮થી વધુ જેટલા વિમાનોની અવર જવર છે. સવારના ૬:૩૦ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી ફ્લાઈટોની અવર જવર ચાલુ રહે છે.

પરંતુ સુરત એરપોર્ટની દીવાલ જોડે સ્થિત ઝીંગા ફાર્મના કારણે વર્ષ ૨૦૧૬માં ૦૪ જેટલા, વર્ષ ૨૦૧૭માં ૧૪ જેટલા અને ૨૦૧૮માં ૦૪ જેટલા નાના નાના અકસ્માત થઇ ચુકયા છે. હવે કોઈ મોટી દુર્ઘટના ના બને એના માટે સુરત એરપોર્ટ નજીકના ઝીંગા તળાવોની સાથે સાથે ગાય, ભેંસ માટેના તબેલાઓ તાત્કાલિક ધોરણે દૂર થવા જરૂરી લાગે છે. સુરત એરપોર્ટ એકશન કમીટીએ આ બાબતે પત્ર લખીને (AAI) ચેરમેન, ભારતના નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના (BCAS) કમિશનર અને ગુજરાત મુખ્ય મંત્રીને જાણ કરી છે.