મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ અમરોલી ટર્નિંગ પોઈન્ટ શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં બુધવારે રાત્રે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આઈપીએલની કોલકત્તા નાઈટ રાઈટર અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાતી સેમી ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતા પાંચ જણાને ઝડપી પાડ્યા હતા.  ઝડપાયેલા બુકીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ, ઈલેકટ્રોનિકસ સાધનો અને વાહન મળી કુલ રૂ. ૭.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બુધવારે રાત્રે સાડા આઠેક વાગ્યે બાતમીના આધારે ઉત્રાણ ટર્નિંગ પોઈન્ટ શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં દરોડા પાડ્યા હતા જેમાં મહેન્દ્ર ઉર્ફે બંટી બાલા ઘસડિયા (રહે, ખોડિયારનગર અમરોલી), કાળુ ગોવિંદ બારૈયા (રહે, ટર્નિંગ પોઈન્ટ શોપિંગ સેન્ટર અમરોલી), શૈલેષ ભીમજી ચોવડિયા (રહે, અભિનંદન રેસિડેન્સી ઉત્રાણ), અલ્પેશ હરસુખ ડોબરિયા (રહે, દીપમાલા સોસાયટી, પુણાગામ) અને બેચર પ્રેમજી નાકરાણી (રહે,મારવેલ લક્ઝરિયાવી, મોટા વરાછા)ને આઈપીએલ સિરિઝની કોલકત્તા નાઈટ રાઈટર અને રાજસ્થા રોયલ વચ્ચે રમાતી સેમી ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપાયા હતા. પોલીસે દુકાનમાંથી રોકડા ૩૬૪૦, મોબાઈલ નંગ-૭, ટીવી, તેમજ વાહનો મળી કુલ રૂ. ૭,૦૫,૬૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં કાળુ બારૈયા તેની દુકાનમાં ગ્રાહકોને મોબાઈલથી સંપર્ક કરી સટ્ટા બેટિંગનો હાર જીતનો જુગાર રમાડતો હોવાનું બહાર આવ્યું હતું.