મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેરળ લવ જેહાદ કેસમાં સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે. સુપ્રીમ કોર્ટ તરફથી આઝાદી મળી છે અને ન્યાય મળ્યો છે. સુપ્રીમ કોર્ટે હાદિયા અને શફીનના લગ્નને મંજુર કરી લીધા છે. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કરતા પોતાના નિર્ણયમાં કહ્યું કે હાદિયા અને શફીન જહાન પતિ-પત્નીની રીતે રહી શકશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા હાઈકોર્ટે બંનેના લગ્નને શૂન્ય કરાર આપ્યો હતો. શફીન જહાનએ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટએ કહ્યું કે એનઆઈએ કેસથી નિકળી સાપેક્ષતાઓ પર નજર કરી તપાસ ચાલુ રાખી શકે છે.

કેરળ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લગ્નને રદ્દ નહીં કરવા જોઈતા હતા. આ લગ્ન યોગ્ય છે સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાદિયાને સપના પુરા કરવાની આઝાદી છે.

ત્યાં, એનઆઈએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આ મામલામાં તપાસ લગભગ પુરી થઈ ચુકી છે. ફક્ત બે લોકો સાથે પુછપરછ નથી થઈ શકી કારણ કે બંને વિદેશમાં છે. એનઆઈએએ કહ્યું કે કોર્ટએ આદેશ આપ્યો ત્યારે અમે આ મામલે તપાસ શરૂ કરી હતી.

સુપ્રીમે કહ્યું કે, એનઆઈએની તપાસમાં અમે દખલ નથી આપી રહ્યા, એનઆઈએ કોઈ પણ વિષયમાં તપાસ કરી શકે છે પણ કોઈ બે વયસ્કના લગ્નને લઈને તપાસ કેવી રીતે કરી શકે છે? કોર્ટે ઉદા. આપતા કહ્યું કે, જો બે વયસ્ક લગ્ન કરે છે અને સરકારને લાગે છે કે કોઈ લગ્ન ગ્રુંથીથી જોડાયેલા દંપત્તિમાંથી કોઈ ખોટા ઈરાદાથી વિદેશ જઈ રહ્યું છે, તો સરકાર તેને રોકવામાં સક્ષમ છે.

સુપ્રીમે ફરી સવાલ ઉઠાવ્યો કે, હેવિયસના આધાર પર લગ્નને કેવી રીતે રદ્દ કરી શકાય? જોકે, એનઆઈએએ સુપ્રીમ કોર્ટમાં પોતાની તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજુ કરી દીધી છે. એનઆઈએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, શૈફીન વિરુદ્ધ 153એ, 295એ અને 107 અંતર્ગત એફઆઈઆર કરી છે.

ત્યાં, હાદિયાના પતિની તરફથી વકિલ કપિલ સિબ્બલએ કોર્ટમાં કહ્યું કે કોર્ટ પહેલા વિષયો પર સુનાવણી કરે. શું હાઈકોર્ટ પાસે એ અધિકારી છે કે તે હેવિયસ કોર્પસ અરજી પર કોઈના લગ્ન રદ્દ નથી થઈ શકતા? જ્યારે બે પુખ્ત અંગત મંજુરીથી લગ્ન કરી શકે છે તો શું ત્રીજો પક્ષ તેને અદાલતમાં પડકારી શકે છે?

કેરળ લવ જેહાદ મામલામાં શફીનની તરફથી કપિલ સિબ્બલએ કહ્યું કે, કોઈને પણ પોતાની પસંદથી નક્કી કરવાનો કોઈ પણ નાગરિકને મૌલિક અધિકાર છે. આ મૌલિક અધિકાર આપણને સન્માન સાથે જીવવાનો અધિકાર આપે છે. હાઈકોર્ટના પાસે આ અધિકાર નથી કે તે હેવિયસ કોર્પસની અરજી પર કોઈના લગ્ન રદ કરી દે. જો તે બંને પુખ્તો પોતાની મરજીથી લગ્ન કરે છે તો કોઈ ત્રીજો પક્ષ તેમાં દખલ નથી આપી શક્તું.

લગ્નના મામલામાં જ્યાં સુધી કપલમાંથી કોઈને તકલીફ ન થઈ હોય તો તપાસ નથી કરી શકાતી. આ મામલામાં કપલમાંથી કોઈને કોઈ સાથે તકલીફ નથી અને ફરિયાદ કરી નથી અને ફરિયાદ કરવામાં આવી છે. હદિયાએ જે હલફનામું દાખલ કહ્યું છે તેમાં સાફ થાય છે કે તેને હવે પોતાના પિતા પર ભરોસો નથી.