મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દીધી છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પીઠે સોમવારે કહ્યું કે જાન્યુઆરીમાં ઉપયુક્ત પીઠ આ મામલામાં સુનાવણી કરશે. તેમણે આ મામલા પર તુરંત સુનાવણીની પક્ષકારોની માગણીને ફગાવી દીધી છે.

સરકારની તરફથી વકીલ તુષાર મહેલાએ સુપ્રીમ કોર્ટને પુછ્યું કે આ મામલાની સુનાવણી જાન્યુઆરીમાં ક્યારથી શરૂ થશે. તેના પર પીઠે કહ્યું કે આ બધો નિર્ણય નવી પીઠ કરશે. કોર્ટના આ આદેશ બાદ હવે સુનાવણી ક્યારે થશે, રોજ થશે કે નહીં, તેના પર નવી પીઠ નિર્ણય લશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નજીરની પીઠએ આદેશ આપ્યો હતો કે માલિકીના હક વાળા દીવાની મામલાની સુનાવણી ત્રણ જજોની પીઠ 29 ઓક્ટોબરથી કરશે. પીઠએ નમાજ માટે મસ્જિદને ઈસ્લામનું અનિવાર્ય અંગ નહીં માનનાર ઈસ્માઈલ ફારુકી મામલામાં 1994ના નિર્ણયના અંશ પર પુનર્વિચાર માટે 7 જજીસની પીઠીને મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો.

કોર્ટમાં ચીફ રંજન ગોગોઈ જસ્ટિસની પીઠમાં બંને પક્ષકારોની દલિલ હતી કે નવેમ્બરમાં સુનાવણી શરૂ થઈ જાય પરંતુ ચીફ જસ્ટિસએ કહ્યું કે આ મામલાને જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી ટાળવામાં આવ છે. ત્યારે એ નક્કી થશે કે કઈ પીઠ કેસની સુનાવણી કરશે અને સુનાવણીની તારીખ શું હશે. કોર્ટે કહ્યું કે પીઠી જાન્યુઆરીમાં નક્કી કરશે કે સુનાવણી જાન્યુઆરીમાં થશે કે પછી ફેબ્રુઆરી માર્ચમાં. જલ્દી સુનાવણીની દલીલ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારી પ્રાથમિક્તા છે કે, આ યોગ્ય પીઠ નક્કી કરશે કે સુનાવણી ક્યારથી થાય.