મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આર્થિક અનામત આપવાની જાહેરાતથી મોદી સરકારે ઠેરઠેર તેના ઢોલ વગાડ્યા હતા. સવર્ણોને શિક્ષણ અને રોજગારમાં 10 ટકા અનામતને રોકવા માટે એક પીઆઈએલ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી  છે. કોર્ટે આ વ્યવસ્થા પર હાલ પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે સરકારને આ મુદ્દા પર નોટિસ આપી છે. તત્કાલ રોકી લેવાનો ઈનકાર કરતાં કહ્યું કે અમે મુદ્દા પર પોતાના સ્તરથી નિરીક્ષણ કરીશું. કોર્ટ આ મામલાને લઈને દાખલ અરજીઓ પર ચાર અઠવાડિયામાં સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટમાં સંવિધાન સંશોધન દ્વારા આર્થિક આધાર પર 10 ટકા અનામત પર જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજીમાં તાત્કાલીક તેના ઈમ્પલીમેન્ટેશન પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી હતી. સુપ્રીમ કર્ટે અનામત પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કરી દીધો, પરંતુ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી જવાબ આપવાનો આદેશ કર્યો છે.

સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત આપવા માટે કેન્દ્ર સરકારના એક નવા કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ ગઈ છે. તહસીન પૂનાવાલા તરફથી અરજી દાખલ કરવામાં આવી છે અને કહેવાયું છે કે સંવિધાનની મૌલિક ભાવના સાથે છેડછાડ છે. હવે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયામાં આ મામલામાં પોતાનો પક્ષ અદાલત સામે મુકવો છે.

અરજીકર્તાનું કહેવું છે કે અનામત માટે અધિક્તમ સીમા 50 ટકા નક્કી કરવામાં આવી છે તેનું ઉલ્લંઘન આ કાયદામાં થયું છે. આ મામલા પર પહેલા જ અન્ય એનજીઓ તરફથી ડોક્ટર કૌશલ કાંત મિશ્રાએ પણ અરજી દાખલ કરી હતી. અરજીમાં કહ્યું છે કે સંવિધાનના અનુચ્છેદ 16માં સામાજિક પછાતના આધાર પર રિઝર્વેશન આપવાની વાત છે. કેન્દ્ર સરકારે સંવિધાનમાં સંશોધન કરી તેમાં આર્થિક આધાર પર પરણ જોડી છે. જ્યારે આર્થિક આધાર પર રિઝર્વેશનની કોઈ જોગવાઈ જ સંવિધાનમાં નથી.