મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ‘યે મોહ મોહ કે ધાગે’ ગીતથી પ્રખ્યાત થયેલા અને રિયાલિટી શો ‘વૉઇસ ઓફ ઇન્ડિયા કિડ્સ’ માં મેન્ટરની ભૂમિકામાં રહેલા પેપોન પર સગીરાને જબરદસ્તી કિસ કરવાના આરોપમાં પોક્સો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 ‘વૉઇસ ઓફ ઇન્ડિયા કિડ્સ’ માં મેન્ટર પેપોને એક સગીર સ્પર્ધકને જળજબરીથી ચુંબન કરી લીધુ હતું અને તેનો વીડિયો વાયરલ થતા સુપ્રીમ કોર્ટના એક વકીલે પેપોને વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના વકીલ રુના ભુયાને નેશનલ કમીશન ઑફ પ્રોટેક્ટર ઑફ ચાઇલ્ડ રાઇટમાં પેપોન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં તેમણે લખ્યુ છે કે એક સગીરા સાથે આવો વ્યવહાર ચોંકાવનારો છે. વીડિયો જોયા બાદ હું રિયાલિટી શો માં બાળકોની સુરક્ષાને લઇને ચિંતિત છું. આ શો માં ઘણી બધી સગીરા સ્પર્ધક છે પરતુ વેનમાં કોઈપણ મહિલા ક્રૂ મેમ્બર નથી હોતી.

રિયાલિટી શો ‘ધ વૉઇસ ઑફ ઇન્ડિયા કિડ્સ’ માં હોળીના તહેવાર માટે એક સ્પેશ્યલ એપિશોડ શૂટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પેપોન શોમાં સ્પર્ધક બાળકો સાથે મોજમસ્તીના મૂડમાં હતો. પેપોનના ફેસબુક પેજ પર આ વીડિયોને લાઇવ કરવામાં આવ્યો આવ્યો જેમાં બાળકો અને પેપોન હોળીનો ઉત્સવ ઉજવી રહ્યા હતા. પરંતુ વીડિયોના અંતમાં શો ની એક સ્પર્ધકને પેપોન કિસ કરે છે અને ત્યાર બાદ તે પોતાની ટીમને ફેસબુક લાઇવ બંદહ કરવાનુ કહે છે. મંગળવારે આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો અને અત્યાર સુધી હજારો લોકો તેને જોઇ ચુક્યા છે.