મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: બોલીવુડ અભિનેત્રી અને પોર્નસ્ટાર સની લિયોની હવે ત્રણ બાળકોની માતા બની ચુકી છે. સની લિયોની અને તેના પતિ ડેનિયલ વેબર હવે ત્રણ બાળકોના પિતા બન્યા છે. સની લિયોનીએ ટ્વિટર પર પોતાના બે પુત્રો સાથેની તસવીર પોસ્ટ કરી આ માહિતી માપી છે. આ બંને પુત્રો જોડિયા બાળકો છે અને સરોગસીથી જન્મ્યા છે.

સની લિયોનીએ જણાવ્યુ છે કે હવે તેમના કુટુંબમાં વધુ બે જોડિયા પુત્રો સામેલ થઇ ચુક્યા છે. તેમણે તેમના નામ અશર સિંહ વેબર અને નોરા સિંહ વેબર રાખ્યા છે. સનીએ પોતાના પતિ સાથે બે પુત્રો અને પુત્રી નિશા કૌર વેબરની તસવીર પણ શેર કરી છે.

સની લિયોનીએ આ પોસ્ટમાં લખ્યુ છે કે ઇશ્વરનો પ્લાન. 21 જૂન 2017ના રોજ અમને માલુમ પડ્યુ કે થોડા સમયમાં પરિવારમાં નવા મહેમાન આવવાના છે. હવે અમારો પરિવાર પૂર્ણ થયો છે. અમારા પુત્રો થોડા દિવસ પહેલા જ જન્મ્યા પરંતુ તેઓ અમારી આંખો અને હ્રદયમાં ઘણા વર્ષથી હતા. ઇશ્વરે અમારા માટે કંઇક સ્પેશ્યલ પ્લાન કરી રાખ્યુ હતુ અને અમને એક મોટુ કુટુંબ આપ્યુ છે.