મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ  હાલમાં જ એશ્વર્યા રાય બચ્ચન, રાજકુમાર રાવ અને અનિલ કપૂરની મુખ્ય ભૂમિકા સાથેથી ફિલ્મ ફન્ને ખાંનું એક ગીત મેરે અચ્છે દિન કબ આયેંગે રિલિઝ કરાયું હતું. તે ગીત એવું લાગી રહ્યું હતું કે જામે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરાઈ રહ્યો હોય. આ ગીતને કારમે સોશ્યલ મીડિયા પર સરકાર અને વડાપ્રધાન મોદીની ઘણી આલોચના કરાઈ હતી. જોકે ફિલ્મ નિર્માતાએ આ ગીતને બદલી દીધું છે.

આ ગીતને ઈરશાદ કામિલએ લખ્યું હતું અને અમિત ત્રિવેદીએ તેને પોતાનો અવાજ આપ્યો હતો પણ આ ગીતના બોલ –મેરે અચ્છે દિન કબ આયેંગેની જગ્યાએ –મેરે અચ્છે દિન અબ આયે રે કરી દેવાયા છે. ફિલ્મ નિર્માતાએ હવે નવા ગીતનું વર્જન રજુ કર્યું છે. ગીતના સંગીત સાથે કોઈ છેડછાડ કરાઈ નથી બસ ગીતના બોલ ફેરવી દેવાયા છે. મીડ-ડેના રિપોર્ટ મુજબ, પહેલા વાળા ગીતને ફિલ્મથી હટાવાઈ શકે છે.

મીડ-ડે સાથેની વાતચીતમાં ફિલ્મના નિર્દેશક અતુલ માંજરેકરે કહ્યું કે, તેમમે ધ્યાન જ ન આપ્યું કે ગીતના બોલમાં સરકારનો નારો પણ છે. અમને આવી પ્રતિક્રિયાની આશા જ ન હતી. ફન્ને ખાં એક કેબ ડ્રાઈવર અને તેના સપનાઓ ઉપર એક સાધારણ ફિલ્મ છે. મને આશા છે કે લોકો આ સંદર્ભમાં ગીતને જોશે અને તે ખોટી રીતે નહીં લે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 3 ઓગસ્ટે રિલીઝ થવાની છે.