મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ તે ગત છ મહિનાથી અભ્યાસ કરી રહી છે પણ હજુ સુધી ગેમ્સની કિટ નથી મળી. હવે જ્યારે કોમનવેલ્થ ગેમ્સ બસ જ્યારે થોડા જ દિવસો દૂર છે ત્યારે ભારતીય જિમ્નાસ્ટિક ટીમ આ ખેલોમાં ભાલેવા માટે આત્મવિશ્વાસુ છે.

જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઈન્ડિયાએ હજુ સુધી ટીમ માટે કોઈ કોચ નિયુક્ત નથી કર્યા. એથલીટ્સ મહિનાઓથી ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં પ્રેક્ટીસ કરી રહ્યા છે પરંતુ પરિસ્થિતિઓને જોઈને હવે તેમને પણ નિરાશા થવા લાગી છે. જોકે તે ફેડરેશન સામે કાંઈ પણ બોલવા માગતા નથી.

બંગાલના બે જિમ્નાસ્ટ, પ્રણતિ નાયક અને પ્રણતિ દાસ આ ટીમનો હિસ્સો છે. દિપા કર્મકાર પણ ટીમની સાથે છે જોકે ઈજાને કારણે તે કોમનવેલ્થ (4થી 15 એપ્રિલ)માં હિસ્સો નહીં લઈ શકે.

દિપાના કોચ બિશ્વેશ્વર નંદીએ એક વેબસાઈટને કહ્યું કે, મેં આવું પહેલા ક્યારેય નથી જોયું. આ ફક્ત અપણા જ દેશમાં થઈ શકે છે. અન્ય વરિષ્ઠ કોચ જયપ્રકાશ ચક્રવર્તિએ કહ્યું કે, અમને નથી ખબર કે તે ટીમની ઘોષણા ક્યારે કરશે.

પુરુષોની ટીમમાં સમસ્યા વધુ મોટી જણાઈ રહી છે. વરિષ્ઠ જિમ્નાસ્ટ આશીષ કુમાર પોતાના અંગત કોચ સાથે ઓસ્ટ્રેલિયા આવી ચુક્યા છે. તે ઉપરાંત રાકેશ પાત્રા મુંબઈમાં પોતાના અંગત કોચ સાથે પ્રેક્ટીસ કરી રહ્યા છે. ભારતીય જિમ્નાસ્ટિકમાં બે સંગઠન અંદરો અંદર બાખડી રહ્યા છે અને તેના કારણે કોચની નિયુક્તિની ફાઈલ હજુ સુધી અટકી પડી છે.

જીએસ બાવા નેશ્નલ કેમ્પમાં મુખ્ય કોચ છે. તે ભારતીય જીમ્નાસ્ટિકમાં ઘણો પ્રભાવ ધરાવે છે. બાવા અને કલ્પના દેબનાથ કોમનવેલ્થ ગેમ્સમાં કોંચની ભૂમિકાને લઈને પહેલી પસંદ હતા પણ નેશનલ ઓલ્પિંક કમિટિએ આ નામોને ખારીજ કરી દીધા છે કારણ આ બંનેના સ્ટૂડેન્ટ્સ કોમનવેલ્થમાં ભાગ લઈ રહ્યા નથી. જોકે સેવાનિવૃત્ત થઈ ચુકેલા બાવા હજુ સુધી નેશ્નલ કેમ્પના મુખ્ય કોચમાં છે,