મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સ્ટીફન હોકિંગનું નિધન થયું છે. પરિવારજનોએ આ બાબતની પૃષ્ટી કરી ચે. વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગએ 76 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તે બેસ્ટ સેલર બુક ધ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમના લેખક પણ હતા. કેમ્બ્રીજ વિશ્વવિદ્યાલયમાં સૈદ્ધાંતિક બ્રહ્માંડ વિજ્ઞાન કેન્દ્ર (સેન્ટર ઓફ થયોરેટિકલ કોસ્મોલોજી)ના શોધ નિર્દેશક પણ રહ્યા છે. હોકિંગ વ્હીલચેર પર રહેતા હતા. તેમણે કહ્યું હતું કે, 21 વર્ષની ઉંમરમાં તબીબોએ મને કહી દીધું હતું કે મને મોટર ન્યૂરોન નામની બિમારી છે જેની સારવાર થાય તેમ નથી.

નિવેદન મુજબ, તે એક મોટા વૈજ્ઞાનિક અને અદભુત વ્યક્તિ હતા જેમના કાર્ય અને વિરાસત આવનારા લાંબા સમય સુધી જીવતી રહેશે. તેમની બુદ્ધિમત્તા અને હાસ્ય સાથે તેમના સાહસ અને દ્રઢ-પ્રતિજ્ઞાને પુરી દુનિયામાં લોકોને પ્રેરિત કર્યા છે. તેમણે એક વાર કહ્યું હતું, જો તમારા પ્રિયજનો ના હોય તો બ્રહ્માંડ તેવું નહીં રહે જેવું છે. આપણે તેમને હંમેશા યાદ કરીશું.

હોકિંસ 1963માં મોટર ન્યૂરોન બીમારીનો શિકાર થયા હતા અને તબીબોએ કહ્યું કે તમારા જીવનના ફક્ત બે વર્ષ બચ્યા છે, પણ ભણવા માટે તે કેમ્બ્રીજ જતા રહ્યા અને એલ્બર્ટ આઈનસ્ટાઈન પછી દૂનિયાના સૌથી મહાન સૈદ્ધાંતિક ભૌતિકીવિદ બન્યા. દુનિયાના સૌથી પ્રસિદ્ધ ભૌતિકીવિદ અને બ્રહ્માંડ વિજ્ઞાની પર 2014માં થ્યોરી ઓફ એવરીથિંગ નામની ફિલ્મ પણ બની ચુકી છે.