મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી સોનમ કપૂરના લગ્નને લઈને ફેન્સ ઘણા એક્સાઈટમેન્ટમાં છે સાથે જ બંને પાત્રો પણ ઘણા ચર્ચામાં છે. સંગીત સેરેમની માટે બોલીવુડના ઘણા સ્ટાર્સએ સોનમના ઘરે પ્રેક્ટીસ શરૂ પણ કરી દીધી છે. તેવામાં સોનમ કપૂરના લગ્નથી લઈને હનીમૂન સુધી વધુમાં વધુ લોકો જાણવા માગી રહ્યા છે. સોનમના હનીમૂનની વાત કરીએ તો 7 મેથી 9 મે સુધી લગ્ન પછી સોનમનું પ્રોફેશનલ શિડ્યૂલ ઘણું જ બીઝી થવાનું છે. 14 અને 15 મેએ તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે. જાણવા મળી રહ્યું છે કે સોનમ કાન્સ રેડ કાર્પેટ પર આનંદ આહૂજા સાથે નજરે આવી શકે છે, પણ હવે કહેવાઈ રહ્યું છે કે આનંદ આ દરમિયાન કેટલાક પ્રોફેશનલ કારણો સર સોનમ સાથે કાન્સમાં નહીં જઈ શકે.

બીજી બાજુ કાન્સથી પરત આવ્યા બાદ સોનમ કપૂર 1 જૂનથી રિલીઝ થનારી પોતાની ફિલ્મ વીરે દી વેડિંગના પ્રમોશનમાં જોડાઈ જશે. તેના સાથે જ સોનમ કપૂર શૈલી ચોપડા ઘરની આવનારી ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગાની શૂટિંગને રિઝ્યુમ કરશે. આ ફિલ્મમાં તેની સામે રાજકુમાર રાવ નજરે પડશે. તે પછી ઓગસ્ટમાં સોનમ દાલ્કર સલમાન સાથે દ જોયા ફેક્ટરનું શૂટિંગ શરૂ કરી દેશે. તેવામાં સોનમના બિઝી શિડ્યૂલને પગલે કહેવાઈ રહ્યું છે કે સોનમ અને આનંદ લગ્નના ચાર મહિના પછી ઓક્ટોબર યા પછી નવેમ્બરમાં હનીમૂન પર જશે. ઉલ્લેખનીય છે કે સોનમ 8 મેએ બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્નના બંધનમાં બંધાશે.

બંને પરિવાર લગ્નની તૈયારીમાં જોડાઈ ગયા છે. પરિવારથી લઈને મિત્રો અને ફેન્સ સુધી તમામને બંનેના લગ્નને લઈને ભારે ઉત્સાહ છે. સોનમના લગ્ન સિખ રિતિ રિવાજ મુજબ થશે. આ બંગલોની ખાસ વાય એ છે કે તેની અંદર એક ગણપતિ અને વિષ્ણું મંદિર છે જ્યાં ફેરા લેવામાં આવશે. આ કાર્યક્રમનો ડ્રેસ કોડ ટ્રેડિશનલ એટલેકે પારંપરિક રાખવામાં આવ્યો છે જ્યાં પરિવાર અને કેટલાક ખાસ દોસ્તો શામેલ થશે.