મેરાન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ: આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ ગઇકાલ સાંજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આવી પહોંચ્યા હતા. જ્યાં દેવાધિદેવ મહાદેવના દર્શન અને અભિષેક કરી તેમણે ધન્યતા અનુભવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ દેશની આસ્થાનું મંદિર છે. આવી જ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ મહત્ત્વનું છે. જેથી રામમંદિરનું પણ નિર્માણ થવું જોઈએ.

આજથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. સવારે તેમણે ગોંડલ સ્થિત કુળદેવી ભુવનેશ્વરીના મંદિર ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ મંદિર ખાતે ભૂગર્ભમાં બિરાજમાન શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે અભિષેક પૂજા કરી હતી. તેમજ મહાત્મા ગાંધી સ્મારકના દર્શન કરી મુલાકાત લીધી હતી. ત્યારબાદ મંદિર ખાતે યોજાયેલ યજ્ઞ યજ્ઞની પૂર્ણાહૂતિ કરી અનુયાયીઓને આશીર્વચન આપ્યા બાદ તેઓ સોમનાથ આવી પહોંચ્યા હતા.