મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગુજરાતના સોહરાબુદ્દીન શેખના કથિત નકલી એન્કાઉન્ટર મામલામાં ભારતિય પોલીસ સેવાના કેટલાક અધિકારીઓને આરોપમુક્ત કરવાના નિર્ણયને પડારતી અપિલ અંગેની સુનાવણી કરી રહેલી મહિલા જજને બદલી દેવાઈ છે.

ત્રણ અઠવાડિયાથી કેસની સુનાવણી કરી રહેલી જજ રેવતી મોહિતે ડેરેએ સીબીઆઈની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે મામલાની સુનાવણી બોમ્બે હાઈકોર્ટની એકલ પીઠ કરશે. બોમ્બે હાઈકોર્ટની વેબસાઈટ પર પ્રકાશિત નોટિસના અનુસાર, હવે તે ગુનાહીત સમીક્ષા આવેદનોની સુનાવણી નહીં કરે અને હવે આગોતરા જામીન અરજીના જ કેસ જોશે.

સોહરાબુદ્દીનનો કેસ હવે જસ્ટિસ એનડબલ્યૂ સાંબરેની નવી એક બેઠક પાસે રહેશે. તે જ ગુનાહીત સમીક્ષા આવેદનને સાંભળશે. જસ્ટિસ ડેરેની સાથે સાથે અન્ય જજોની જવાબદારીમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીનના મામલામાં કેટલાક આઈપીએસ અધિકારીઓને આરોપમુક્ત કરવાના નિચલી અદાલતના નિર્ણયને પડકારાઈ છે.

ત્યાં, સીબીઆઈએ પણ પૂર્વ આઈપીએસ અધિકારી એનકે અમીન અને એક અન્ય પોલીસકર્મીને આરોપમુક્ત કરવાના નિર્ણયને પડકાર્યો છે. તે અરજીઓ પર જસ્ટિસ ડેરે ત્રણ અઠવાડિયાથી રોજ સુનાવણી કરી રહ્યા હતા. પાંચ આવેદનોમાંથી ચારના તમામ પક્ષકારોનું ક્રોસ એક્ઝામિનેશનનો મોટો હિસ્સો તે સાંભળી ગયા છે.

સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર મામલાની સુનાવણી કરવા દરમ્યાન ગત 21 ફેબ્રુઆરીએ બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, સીબીઆઈ અદાલતની જરૂરી મદદ કરી શકતી નથી, જેના કારણે તે આ પુરા કેસને લઈને હજુ સુધી અસ્પષ્ટ છે.

મામલાની સુનાવણી કરી રહેલી જસ્ટિસ રેવતી મોહિતે ડેરેએ કહ્યું હતું કે, સીબીઆઈ આરોપમુક્ત કરાયેલા લોકો સામે તમામ સાક્ષીઓને રેકોર્ડ પર રાખવામાં અસફળ રહી છે.

જસ્ટિસ ડેરેએ કહ્યું હતું, તહોમતનામું કરનાર એજન્સીનું તે પ્રથમ કર્તવ્ય છે કે તે અદાલત સામે તમામ સાક્ષીઓને મુકે, પણ આ કેસમાં અદાલત દ્વારા ઘણીવાર પુછવા પર પણ સીબીઆઈએ ફ્કત બે અધિકારીઓની ભૂમિકા અંગે ચર્ચા કરી જેમને આરોપમુક્ત કરવાને તેમણે પડકાર્યા છે. તહોમતદાર પક્ષના પુરામામલાને લઈને હજુ પણ અસ્પષ્ટતા છે કારણ કે મને સીબીઆઈની તરફથી યોગ્ય મદદ નથી મળી રહી.

રુબાબુદ્દીનના વકીલ ગૌતમ તિવારીએ કહ્યું કે, તે એક્ટિંગ ચીફ જસ્ટીસ વીકે તાહિરમાની સામે માગ કરશે કે મામલાને જસ્ટિસ ડેરેની કોર્ટમાં જ ચલાવાય, તે ઘણી સુનાવણી કરી ચુક્યા છે.

તો સામે, નિર્દોષ થયેલા આઈપીએસ ઓફિસર્સનો પક્ષ મુકી રહેલા વકીલ મહેશ જેલમલાણીએ કહ્યું કે, જજોની જવાબાદારીમાં રોજ બદલાવ થાય છે. તેનાથી વધારી કોઈ અર્થ નિકાળવાની જરૂર નથી.

બોમ્બે હાઈકોર્ટ ગુજરાતના વરિષ્ઠ આઈપીએસ અધિકારી ડીજી વણજારા, રાજસ્થાનના પોલીસ અધિકારી દિનેશ એમએન અને ગુજરાત પોલીસના એક અધિકારી રાજકુમાર પાંડિયનને આરોપ મુક્ત કરવાને લઈને રુબાબુદ્દીન શેખ તરફથી દાખલ અરજીઓની સુનાવણી કરી રહી છે. તે સાથે જ હાઈકોર્ટ સીબીઆઈ દ્વારા રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપતસિંહ રાઠોડ અને ગુજરાત પોલીસના અધિકારી એનકે અમીનને નિર્દોષ કરવા વિરુદ્ધમાં અરજીઓ પર સુનાવણી ચલાવી રહી છે.

વર્ષ 2005માં ગુજરાત પોલીસ તરફથી કરાયેલા એક કથિત નકલી એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીન શેખને ઠાર કરી દેવાયો હતો. સોહરાબુદ્દીનની પત્ની કોસર બી. રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી અને આરોપ લગાવાયો હતો કે પોલીસે તેને પણ મારી નાખી છે. આ હત્યાઓના સાક્ષી રહેલા તુલસીરામ પ્રજાપતિને એક અન્ય કથિત નકલી એન્કાઉન્ટરમાં વર્ષ 2006માં મારી નંખાયો હતો.

સીબીઆઈએ આ મામલામાં વણજારા, પાંડિયન, દિનેશ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત 38 લોકો સામે આરોપપત્ર ફાઈલ કર્યું હતું, પણ વણજારા, પાંડિયન, દિનેશ અને અમિત શાહ સહિત 15 લોકોને આરોપ મુક્ત થઈ ચુક્યા છે.

(સમાચાર એજન્સી ભાષાના ઈન્પુટ સાથે)