પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે કાયમ સારા અને લડાયક માણસની કદર કરીએ છીએ, પરંતુ સારો માણસ અને તેનો પરિવાર આ લડાઈમાં ઘણી મોટી કિંમત ચુકવતો હોય છે. પરંતુ આપણું ધ્યાન ભાગ્યે જ તે તરફ જાય છે, આ પ્રકારના માણસો પોતાની સારપ અને સ્વમાનને કારણે અગવડો વેઠીને પણ પ્રજાની નીસ્બતની ચીંતા કરતા હોય છે. આ જ પ્રકારની લડાઈ લડનારાઓ પૈકીના પ્રકાશ શાહ એક છે. કટોકટી કાળમાં ઈન્દીરા ગાંધી સામે લડનાર અને સાબરમતી જેલ સુધી સફર કરનાર પ્રકાશ શાહ આજે પણ એટલા જ આકરા છે. જેના કારણે ઓછી અને કાચી સમજ ધરાવતા લોકો તેમને ભાજપ વિરોધી માને છે પણ હું વ્યકિતગત રીતે જાણું છું પ્રકાશ શાહ આ બધાથી પર થઈ ગયેલો નખશીખ લડવૈયો છે.

ગુજરાત સહિત દેશભરમાં પ્રજાની નીસ્બત માટે લડનાર અને લખનાર માટે પ્રકાશ શાહનું નામ અજાણ્યુ નથી, આ જ  પ્રકારના મિત્રોએ એકત્રીત સાર્થક પ્રકાશન સાથે મળી પ્રકાશ શાહનું ઋણ અદા કરવાનું નક્કી કર્યું છે, આ એક નાનકડા પ્રયાસમાં meranews.com પણ સહભાગી છે, એક વાચક તરીકે આપને પણ વિનંતી છે કે આપ પણ આ પ્રકાશ ઉત્સવનો હિસ્સો બની શકો છો.

સાહિત્ય-રાજકારણ-અર્થકારણ-ઇતિહાસ-સમાજકારણ-પત્રકારત્વ-લોકઆંદોલનો જેવાં અનેક ક્ષેત્રોમાં ઊંડી સમજ અને જીવંત રસ ધરાવતાં આપણા સમયનાં જૂજ વ્યક્તિત્વોમાં પ્રકાશભાઈ (પ્રકાશ ન. શાહ) મોખરે છે.

કટોકટી વખતે, ત્યાર પહેલાં અને પછીના રાજકારણ-સમાજકારણમાં આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણ જેવાં વ્યક્તિત્વો સાથે પ્રકાશભાઈ નજદિકી સંપર્કમાં આવ્યા. તેમની સાથે-તેમના માટે કામ પણ કર્યું.

છેક યુવાનીથી સારા પગારની કાયમી નોકરીની પરવા રાખ્યા વિના, તે જાહેરજીવનને અને લોકઘડતરને સમર્પિત રહ્યા છે. 'જનસત્તા'-'લોકસત્તા'થી માંડીને 'દિવ્ય ભાસ્કર' સુધીનાં માધ્યમોમાં તેમનું સંપાદન અને કોલમકારી મુખ્ય ધારામાં વિશિષ્ટ ભાત પાડનારાં નીવડ્યાં, તો તેમના તંત્રીપદ હેઠળનું ‘નિરીક્ષક’ ધબકતું વિચારપત્ર બની રહ્યું છે. એંસીમાં વર્ષના આરે હોવા છતાં, જાહેર જીવનમાં તેમની સક્રિયતા અને પ્રસન્નતાનો સ્થાયી ભાવ નમૂનેદાર છે.

પ્રકાશભાઈ સાથેની લાંબી મુલાકાતોના આધારે 'સાર્થક સંવાદ શ્રેણી'માં તેમના વિશેનું પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. તેના પ્રાગટ્યની સાથે 'સાર્થક પ્રકાશન' દ્વારા મોક કોર્ટનો કાર્યક્રમ કરવાનું આયોજન છે. પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટનો કાર્યક્રમ ૨૦ જુલાઇ, ૨૦૧૯, શનિવારની સાંજે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના હીરક મહોત્સવ સભાખંડમાં થશે.

આ નિમિત્તે ચાહકો-શુભેચ્છકો-મિત્રો ઉપરાંત વ્યાપક નાગરિકસમાજ દ્વારા ઋણઅદાયગીના નાનકડા પ્રયાસ તરીકે પ્રકાશભાઈનું જાહેર અભિવાદન અને સન્માન નિધિ અર્પણ થવાં જોઈએ, એવું લાગ્યું. આ લાગણી ફક્ત અમારી નહીં, આપણા સૌની છે એવું અમે માનીએ છીએ. અહીં જે થોડાં નામો છે તે આપણાં વ્યાપક નાગરિક સમાજ અને ચાહકોના પ્રતિનિધિત્વનો નાનકડો હિસ્સો છે.

સન્માન નિધિ તરીકે કોઈ ચોક્કસ રકમનું લક્ષ્ય નથી. મહત્તમ રકમ એકઠી થાય તેવો આપણો પ્રયાસ રહેશે. આર્થિક સ્થિરતા ધરાવતા ઘણા મિત્રોએ રૂ. પાંચ હજાર આપ્યા છે. તમે પણ સહજતાથી આપી શકાય એટલી મહત્તમ રકમ માત્ર ચેકથી આપશો કે નીચેના બેન્ક ખાતામાં સીધી જમા કરાવશો તેવી અપીલ છે.

હસમુખ પટેલ વિરમપુર,  મંદા પટેલ અમદાવાદ, ચંદુ મહેરિયા ગાંધીનગર, ઉત્તમ પરમાર કીમ, વિપુલ કલ્યાણી બ્રિટન, . ટી. સિંધી પાલનપુર,  રમેશ ઓઝા મુંબઈ, દ્વારકાનાથ રથ અમદાવાદ, રજની દવે અમદાવાદ, બિપિન શ્રોફ મહેમદાવાદ, સંજય શ્રીપાદ ભાવે અમદાવાદ, સારાબહેન બાલદીવાલા અમદાવાદ, દીપક સોલિયા મુંબઈ, મહેન્દ્રસિંહ પરમાર ભાવનગર, ભરત મહેતા વડોદરા, ઉર્વીશ કોઠારી મહેમદાવાદ

***

ચેક Saarthak Prakashan ના નામે નીચેના સરનામે મોકલવા વિનંતી.

કાર્તિક શાહ, c/o સાર્થક પ્રકાશન, ૧૪, ભગીરથી સોસાયટી, શાંતિ ટાવર પાસે, વાસણા બસસ્ટેન્ડ પાછળ, અમદાવાદ ૩૮૦૦૦૭. ફોન-વોટ્સએપઃ 98252 90796

રકમ સીધી બેન્ક ખાતામાં જમા કરવા માટેની વિગત

Name of a/c : Saarthak Prakashan

HDFC Bank  a/c no : 00692560016988, Ashram Road branch

IFSC code : HDFC0000069