મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: ગુજરાત સહીત સમગ્ર ભારતમાં સાપના ખેલ અને તસ્કરી પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા સાથે સાંપ-નાગ દેવતા તરીકે પણ પૂજાય છે. ત્યારે ચીનમાં સાપની ખેતી કરવામાં આવે છે. ચીનના નાનકડા ગામમાં દર વર્ષે ૩૦ લાખના કરાતા ઉછેરમાં દવા અને મીટમાં તેનો ઉપયોગ કરી જીવનનિર્વાહ કરાય છે. જો કે આ ગ્રામજનોને સાપ કરડયા પછી માત્ર પાંચ જ પગલા ચાલ્યા બાદ મોત થતું હોવાનો દર રહે છે.

સામાન્ય રીતે સાપ કરડે તો માનવી પીવાનું પાણી પણ માંગી શકતો નથી. તો બીજી બાજુ કેટલીક દવાઓ અને ડ્રગ્સ બનાવવામાં ખુબ જ ઉપયોગી એવું સાપનું ઝેર ઘણું જ કિંમતી હોય છે. ભારતમાં સાપની તસ્કરી કે મદારી દ્વારા તેના ખેલ કરવા પર પણ પ્રતિબંધ છે. ત્યારે ચીનમાં લાખો લોકો ઝેરીલાં સાપની ખેતી કરે જીવનનિર્વાહ કરે છે. ખાસ કરીને ચીનના જીસીકીયાઓ ગામમાં દર વર્ષે ૩૦ લાખ જેટલા સાપનો ઉછેર કરવામાં આવે છે. માત્ર એક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં દરેક પરિવાર દર વર્ષે ૩૦ હજાર જેટલા સાપ પાળે છે.

આ નાનકડા ગામમાં આવેલા ૧૦૦ જેટલા સ્નેક ફાર્મમાં સાપોને બુચડ ખાનામાં લઇ જવામાં આવે છે. જ્યાં સૌથી પહેલા સાપમાંથી ઝેર કાઢી લઇ તેનું માંથી કાપી નાખવામાં આવે છે. ત્યાર પછી સાપને ચીરીને માંસ અલગ કાઢી લેવામાં આવે છે. જયારે તેની ચામડીને તડકામાં સુકવી નાખવામાં આવે છે. આ ચામડીમાંથી પણ દવા ઉપરાંત બેગ્સ સહિતની અનેક ચીજ-વસ્તુઓ બનાવવામાં આવે છે. જયારે મીટનો ઉપયોગ ખાવામાં અને દવામાં કરવામાં આવે છે.

સ્નેક ફાર્મિંગના આ વ્યવસાયમાં કોબ્રા, વાઈપર અને અજગર વગેરેનો ઉછેર કરવામાં આવે છે. આ ગ્રામજનો સાપથી ડરતા નથી. પરંતુ ફાઈવ સ્ટેપનો ખુબ જ ભય રહે છે. તેમનું માનવું છે કે, સાપ ડંખ માર્યા બાદ વ્યક્તિ માત્ર પાંચ ડગલા જ ચાલી શકે છે અને પછી તેનું મોત થઇ જાય છે. આ ગામના લોકો સાપનું માંસ અને શરીરના અંગો વેચે છે. સાપનું મીટ ખાવાના શોખીન ચીનમાં સાપના શરીરના અંગોનો દવામાં ઉપયોગ કરવામાં આવે છે.