મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારમાં આજે સોમવારે ફેરબદલ કરવામાં આવ્યો છે. જે અનુસાર સ્મૃતિ ઇરાની પાસેથી માહિતી અને પ્રસારણ મંત્રાલય લઇ રાજ્યવર્ધન રાઠોડને આપવામાં આવ્યું છે. જ્યારે અલ્ફોન્સ પાસેથી માહિતી અને ટેકનોલોજી રાજ્યમંત્રીનો દરજ્જો પાછો લઇ લેવામાં આવ્યો છે.

અરુણ જેટલી અવસ્થ હોવાના કારણે કેન્દ્ર સરકારના સૌથી મહત્વના ખાતા નાણા મંત્રાલયનો વહિવટ અટકી પડ્યો હતો. જેથી આજે કેન્દ્રની મોદી સરકારે નાણા મંત્રાલયનો અધિક વહિવટ અસ્થાયી રીતે રેલવે મંત્રી પીયુષ ગોયલને સોંપ્યો છે. જ્યા સુધી અરુણ જેટલી સ્વસ્થ ન થાય ત્યા સુધી પીયુષ ગોયલ નાણા મંત્રાલય સંભાળશે. જ્યારે સ્મૃતિ ઇરાની પાસેથી માહિતી અને પ્રસારણ મંત્રાલય લઇ લેવામાં આવ્યું છે અને આ મંત્રાલય રાજ્યવર્ધન રાઠોડને સોંપવામાં આવ્યું છે. સ્મૃતિ ઇરાને હવે માત્ર કેન્દ્રિય કાપડ મંત્રાલય સંભાળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ સ્મૃતિ ઇરાનીના માહિતી અને પ્રસારણ મંત્રાલયને લઇને કેટલાક નિર્ણય વિવાદાસ્પદ રહ્યા હતા. જેમ કે કેફ ન્યૂઝને લઇને પત્રકારો પર કાર્યવાહી તથા સેટટોપ બોક્સમા ખાસ ચીપ મુકી લોકો ટીવીમાં ક્યા સમયે ક્યો કાર્યક્રમ અને કેટલા સમય સુધી જુએ છે તે સરકાર જાણી શકશે.

જ્યારે એસએસ અહલુવાલિયા પાસેથી પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્યમંત્રીનો પ્રભાર પાછો લઇ તેમને માહિતી અને ટેકનોલોજી રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કે. અલ્ફોન્સ પાસેથી માહિતી અને ટેકનોલોજી રાજ્યમંત્રીનો દરજ્જો પાછો લઇ લેવામાં આવ્યો છે.