મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્હીની પટયાલા હાઉસ કોર્ટે શશિ થરુરને આગોતરા જામીન આપ્યા છે. કોર્ટે કોંગ્રેસના સાંસદ શશી થરુરને એક લાખ રૂપિયાના બોન્ડ પર આ જામીન આપ્યા છે. સાથે જ કોર્ટે થરુરને વિદેશ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે થરુરનેની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.  

શશિ થરુરને એ વાતનો ડર છે કે 7 જુલાઇના રોજ તેમના કેસની સુનાવણી દરમિયા જ તેમની ધરપકડ થઇ શકે છે. સુનંદા પુષ્કરના મોત મામલે તેમના પતિ શશિ થરુરને થોડા દિવસ પહેલા જ સીબીઆઇની વિશેષ અદાલતે આરોપી માન્યા છે. શશિ થરુરને કલમ 498 (A) હેઠળ સજા પણ થઇ શકે છે. નોંધનીય છે કે સુનંદા પુષ્કરે 8 જાન્યુઆરી 2014ના રોજ પોતાના પતિ શશિ થરુરને ઇમેલમાં જણાવ્યુ હતું કે ‘મારે જીવવાની ઇચ્છા નથી, હું માત્ર મોતની ઇચ્છા રાખુ છું. આ ઇમેલના નવ દિવસ બાદ સુનંદા પુષ્કરનો મૃતદેહ દિલ્હીની એક હોટલમાંથી મળ્યો હતો.

બીજી તરફ શશિ થરુરને વિદેશ નહીં જવાની શરતે જામની મળતા ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ ટીકા કરતા કહ્યું કે શશિ થરુર દેશની બહાર નહીં જશે અને દુનિયાના જુદાજુદા દેશોમાં પોતાની ગર્લફ્રેન્ડ્સને પણ નહીં મળી શકે.