પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): શંકરસિંહ વાઘેલાએ રાજકારણમાં પાંચ દાયકા પુરા કર્યા , આ પાંચ દાયકામાં તેમણે સત્તા પણ ભોગવી છતાં હજી આટલી ઉમંરે પણ સત્તા વગર તેઓ રહી શકતા નથી જેના કારણે પહેલા ભાજપમાં ખટપટ કરી અલગ થયા ત્યાર બાદ કોંગ્રેસનો વારો કાઢયો હવે એનસીપીમાં ગયેલા બાપુએ ગુજરાત એનસીપીમાં હખળડખળની શરૂઆત કરી છે, ભાજપની બી ટીમ તરીકે અસરકારક કામ કરી શકે તે માટે તેમણે એનસીપીમાં પોતાના પ્યાદા ગોઠવવાની શરૂઆત કરી છે,

ભાજપ અને કોંગ્રેસ છોડયા પછી અમીત શાહના ઈશારે તેમણે ભાજપને પાછલા બારણે મદદ કરવા નવો પક્ષ બનાવ્યો હતો પણ બાપુની ગાજરની પીપુડી વાગી નહીં તેના કારણે તેમણે શદ પવાર અને પ્રફુલ પટેલના જુના સંબંધોનો ઉપયોગ કરી એનસીપીમાં જોડાઈ ગયા હતા, અને રાષ્ટ્રીય મહામંત્રી પણ થઈ ગયા હતા, પરંતુ ગુજરાત એનસીપીના પ્રમુખ જયંત પટેલ (બોસ્કી) હોવાને કારણે બાપુ ઈચ્છે તે પ્રમાણે ભાજપ કોંગ્રેસ સાથે સોગઠા ગોઠવી શકતા ન્હોતા, જયંત બોસ્કી હટે તો બાપુ સોદાબાજી કરી શકે તેમ હતા જેના કારણે તેમણે શરદ પવાર અને પ્રુફલ પટેલ ઉપર ગુજરાતના પ્રમુખ બોસ્કીને હટાવવા દબાણ કર્યુ હતું. 

જો કે તે માટે પવાર અને પટેલ તૈયાર નહીં થતાં બાપુનો દાવ ચાલ્યા હતા તેમણે પોતાના માણસ અને કોંગ્રેસ છોડી એનસીપીમાં આવેલા બબલદાસને ગુજરાત એનસીપીના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવે તેવી દરખાસ્ત મંજુર કરાવી લીધી હતી, જો કે પ્રમુખ પટેલે બબલદાસ પટેલને કાર્યકારી પ્રમુખ પદ સોંપતા પત્રમાં તેઓ જયંત બોસ્કીને પુછીને નિર્ણય કરશે તેમ જણાવ્યુ છે. બબલદાસ સંપન્ન વ્યકિત હોવાને કારણે ગુજરાત એનસીપી દ્વારા થતાં બાપુના તમામ કાર્યક્રમની જવાબદારી બબલદાસની છે હવે તેઓ એનસીપીના કાર્યકારી પ્રમુખ થઈ ગયા છે

જો કે બાપુ અહિયા પણ અટકયા નહીં  ગુજરાત એનસીપીની ઓફિસ વર્ષોથી અમદાવાદના આશ્રમરોડ ઉપર આવેલી છે હવે બાપુ  ત્યાં બેસી કઈ પણ કરે તો તેની જાણકારી જયંત બોસ્કીને મળી જતી હતી જેના કારણે બાપુએ અમદાવાદના સોલારોડ ઉપર એનસીપીની એક નવી ઓફિસ બનાવી દિધી છે આમ બાપુ સોલા રોડ બેસે છે અને બોસ્કી આશ્રમરોડ બેસે છે. આમ બાપુ જયાં પણ ત્યાં ડખા શરૂ કરી દેવા તે તેમનો મુળ સ્વભાવ છે.