મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપાએ કમર કસી લીધી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી રાજ્યમાં પાર્ટી પ્રચારના માટે જઈ રહ્યા હતા. પ્રચાર દરમયાન ગુરુવારે એક રેલીમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચુક જોવા મળી હતી. રેલી દરમિયાન રાહુલ પર ભીડમાંથી એક વ્યક્તિએ ફૂલોનો હાર ફેંક્યો હતો જે સીધો રાહુલ ગાંધીના ગળામાં પહેરાઈ ગયો હતો.

જે જોઈ સુરક્ષા કર્મીઓ એક દમ સુન્ન થઈ ગયા હતા જોકે રાહુલ ગાંધીએ તેને વધુ ધ્યાન ન આપતા માળાને ગળામાંથી કાઢી નાખી હતી. ભલે જ આ એક સંયોગ હોય કે હાર સીધો ગળામાં જઈને પડયો, પણ આ ઘટનાએ સુરક્ષાકર્મીઓને વાળ ખંજવાળતા કરી દીધા છે.

હવે અધિકારી તપાસ કરી રહ્યા છે કે ક્યાંક સુરક્ષામાં ભુલ તો નથી થઈ ને. જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને પગલે માહોલ ઘણો ગરમ છે અને અહીં રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા છે. અહીં કોંગ્રેસ પોતાના સત્તા ન ગુમાવી સત્તા બચાવી રાખવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે જ્યાં સામે ભાજપા પણ પોતાના પગ કર્ણાટકમાં ફેલાવવા માટે મક્કમતાથી કામ કરી રહી છે.