મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સબરીમાલા મંદિર મામલામાં સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય કરતા કહ્યું કે, અમારી સંસ્કૃતિમાં મહિલાઓને આદર અપાયો છે. કોર્ટે કહ્યું કે, મહિલાઓ પુરુષોથી ઓછી નથી. સર્વોચ્ચ ન્યાયાલયએ કહ્યું કે સબરીમાલા મંદિરમાં લીંગ આધાર પર કોઈને રોકવા ખોટવી બાબત છે તેથી મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓ પ્રવેશ કરશે. કુલ મળીને શુક્રવારે દેશની સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગેલો ધાર્મિક પ્રતિબંધ કોર્ટે ખત્મ કરી દીધો છે.

શુર્કવારે સુપ્રીમ કોર્ટેના 5 જજોની બેચે પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. પાંચ જજોની બેચએ 4-1 (પક્ષ-વિપક્ષ)ના હિસાબથી મહિલાઓના પક્ષમાં નિર્ણય સંભળાવશે. પ્રધાન ન્યાયાધિશ દીપક મિશ્રા, જસ્ટીસ ચંદ્રચૂડ, જસ્ટીસ નરીમન, જસ્ટીસ ખાનવિલ્કર એ મહિલાઓના પક્ષમાં એક મતથી નિર્ણય સંભળાવ્યો જ્યારે જસ્ટીસ ઈંદુ મલ્હોત્રાએ સબરિમાલા મંદિરના પક્ષમાં નિર્ણય સંભળાયો હતો.

નિર્ણય વાંચતા ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું કે આસ્થાના નામ પર લીંગ ભેદ ન કરી શકાય. કાયદા અને સમાજનું કામ તમામને બરાબર રીતે જોવાનું છે. મહિલાઓ માટે બે પ્રકારના માપદંડ તેમના સન્માનને ઓછું કરે છે. કેરળના પત્થનમથિટ્ટા જિલ્લાના પશ્ચિમી ઘાટના પહાડીઓમાં આવેલા સબરીમાલા મંદિર આયોજને સુપ્રિમ કોર્ટને કહ્યું હતું કે 10થી 50 વર્ષની વયની તમામ મહિલાઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે કારણ કે માસિક ધર્મના સમયે તે શુદ્ધ નથી હોતા.

આ સંદર્ભે 7 નવેમ્બર 2016એ કેરળ સરકારએ કોર્ટને સૂચિત કરી હતી કે તે ઐતિહાસિક સબરીમાલા મંદિરમાં તમામ વયની વર્ગની મહિલાઓના પ્રવેશના પક્ષમાં છે. શરૂઆતમાં રાજ્યની તત્કાલીન એનડીએ સરકારના 2007માં પ્રગતિશીલતા અપનાવતા મંદિરમાં મિહિલાઓના પ્રવેશની હિમાયત કરી હતી જેને કોંગ્રેસના નેતૃત્વ વાળી યૂડીએફ સરકારે બદલી દીધી હતી.

રાજ્ય સરકારના આ સ્ટેન્ડ પર ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ સવાલ કરતાં કહ્યું હતું કે તમે ચોથીવાર સ્ટેન્ડ બદલ્યું. જસ્ટીસ રોહિંગ્ટને કહ્યું કે કેરળ સમય સાથે બદલાઈ રહ્યું છે. 2015માં કેરળ સરકારએ મહિલાઓના પ્રવેશને સમર્થન આપ્યું હતું પણ 2017માં તેણે પોતાનો મુડ બદલી નાખ્યો હતો. જે પછી હવે ફરીથી તેને પ્રવેશની સહમતિ દર્શાવી છે.