મેરાન્યૂઝ નેટવર્ક, ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલ કોમન વેલ્થ ગેમ્સ 2018માં ભારતની વેઇટલિફ્ટર સંજીતા ચાનૂએ આજે શુક્રવારે ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 24 વર્ષિની એથલીટ સંજીતા ચાનૂએ મહિલાઓની 53 કિલોગ્રામ કેટેગરીમાં કુલ 192 કિલોગ્રામ વજન ઉઠાવ્યુ. ચાનૂએ સ્નેચમાં 84 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 108 કિલોગ્રામ વજન ઉચક્યુ હતું.

ગોલ્ડ મેડલ જીતવા છતાં મણિપૂરનની સંજીતા ચાનૂએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેઓ કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ તોડી ન શકી તેથી તે નિરાશ છે. જો તેણે પોતાનો છેલ્લો લિફ્ટ પડવા ન દીધો હોત તો ગેમ્સ રેકોર્ડ બની શક્યો હોત. હું થોડી અનફિટ પણ હતી. કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ 111 કિલોગ્રામનો છે.    

આ સિવાય ભારત તરફથી પી. ગુરુરાજાએ પુરુષોની 56 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ, સાઇકોમ મીરાબાઇ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં 48 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ, દીપક લાથેરે પુરોષોની 69 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. 18 વર્ષનો દીપક લાથેર હરિયાણાના શાદીપુર ગામનો રહેવાસી છે.