મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ ભારતિય ક્રિકેટર સચિન તેંડુલકરે 6 વર્ષ દરમ્યાન રાસભાના સાંસદ મળેલો રૂ.90 લાખનો પગાર વડાપ્રધાન રાહત ફંડમાં દાન કરી દીધો છે. સચિન તેંડુલકરના આ કાર્યને પગલે વડાપ્રધાને પણ તેંડુલકરનો આભાર માન્યો છે. આગામી 26 એપ્રિલે સચિન તેંડુલકર રાજ્યસભાના સભ્ય તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે.

વડાપ્રધાન કાર્યાલયે એક પત્ર જાહેર કરી સચિનના પગારની રકમ દાન કરી હોવાની જાણકારી આપી છે. નરેન્દ્ર મોદીએ સચિનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેમનું આ યોગદાન સંકટમાં લોકોને સહાયતા આપવા માટે મદદગાર સાબિત થશે. સચિનના કાર્યાલયે જાણકારી આપી કે તેઓએ 30 કરોડ રૂપિયાની સાંસદ ખજાનામાંથી 7.4 કરોડ રૂપિયાના 185 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેમાંથી ક્લાસરૂમના નિર્માણ નવીનીકરણ સહિત શિક્ષા સાથે જોડાયેલાં અનેક વિકાસ કાર્યો સામેલ છે.