મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા થોડા દિવસ અગાઉ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જેમાં સરકારી બાબુઓને લાંચ ન લેવા અને ઈમાનદારીથી કામ કરવા માટે ચેતવણી આપી હતી. એસીબી દ્વારા અલગ અલગ શહેરમાં વિવિધ વિભાગોમાં લાંચ માંગતા સરકારી અધિકારીઓને પકડવાની કામગીરી સતત ચાલી રહી છે. જે અધિકારીઓની જવાબદારી લોકોની સેવા રવાની છે તેમણે લોકોના કામ કરવા માટે મોટી મોટી લાંચની માગ કરતા હોય છે. હિંમતનગરમાં કાનૂની માપ વિજ્ઞાન કચેરીના એક લોભિયા અધિકારીની એસીબી દ્વારા 15000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ધરપકડ કરવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક પેટ્રોલ પંપના માલિકે અનુની માપ વિજ્ઞાન તંત્રના એક અધિકારી હેમંતકુમાર વાણવી સામે એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદી પોતે અમદાવાદ શામળાજી હાઇવે ઉપર પેટ્રોલ પંપના મલિક છે. નિયમ અનુસાર તેમનેદાર વર્ષે તોલમાપ અધિકારી દ્વારા રુબુમાં સ્ટેમ્પીંગ કરવાનું હોય છે. જેના માટે સ્ટેમ્પીંગ કરવા માટે હેમંતકુમારે 15000 રુપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીને લાંચ ન એવી હોવાને કારણે તેમણે એસીબીમાં હેમંતકુમાર સામે ફરિયાદ કરી હતી.

ફરિયાદના આધારે સાબરકાંઠા એસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેકટર વી.એન.ચૌધરીએ છટકું ગોઠવીને હેમંતકુમારને રંગેહાથ લાંચ લેતા પકડવામાં આવ્યા હતા. અત્યારે સાબરકાંઠા એસીબી દ્વારા હેમંતકુમારને ડિટેઇન કરવામાં આવ્યા છે. આગળની તાપસ માટે આરોપીની પૂછપરછ કરવામાં આવશે જેમાં વધુ માહિતી જાણવા મળશે.