મેરાન્યૂઝ નેટવર્ક.કોચ્ચિઃ કેરળ હાઈકોર્ટ (દેવસ્વમ પીઠ)એ સોમવારે પોતાના એક નિર્ણય માટે કહ્યું કે, સબરીમાલાના ભગવાન અયપ્પા મંદિર ફક્ત હિન્દુઓના માટે નહીં પરંતુ તમામ ધર્મો, મઠો અને સંપ્રદાયોના લોકો માટે છે. ન્યાયાલયએ અહીં ભારતીય જનતા પાર્ટી (ભાજપા) ના ઈન્ટલેક્ચ્યૂઅલ સેલના રાજ્ય સંયોજક ટીજી મોહન દાસની ફાઈલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો. કોર્ટનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે કેરળની સરકારે આગામી મહિનામાં મંદિરના ખુલવા પર મંદિર અને તેની આસપાસની સુરક્ષા વ્યવસ્થાનો સખ્ત બંદોબસ્ત કરવાનો નિર્ણય કર્યો છે.

દાસએ પોતાની અરજીમાં માગ કરી હતી કે ભગવાન અયપ્પાના મંદિરમાં ફક્ત હિન્દુ મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવે અને બિન હિન્દુ તથા અન્ય મૂર્તિ પૂજકોને પ્રવેશ ન આપવામાં આવે આ કેરળ પૂજા સ્થળ અધિનિયમ 1965ના ત્રીજા કાયદાનું ઉલ્લંઘન છે. ન્યાયાલયમાં કેરળ સરકાર અને ત્રાવણકોર દેવસ્વમ બોર્ડને આ સંબંધમાં હલફનામું ફાઈલ કરવાનો નિર્દેશ કરતાં કેસને બે સપ્તાહગ માટે સૂચીબદ્ધ કરી દેવાયો છે. એક અન્ય અરજીમાં ચાર મહિલાઓ દ્વારા મંદિરમાં પૂજા કરવા માટે કોર્ટ પાસે સુરક્ષાની માગ કરવામાં આવી હતી.

અરજદાર ચાર મહિલાઓમાંથી બે મહિલાઓ વકીલ છે. રાજ્ય સરકારે આ અરજી પર પોતાનો પક્ષ મુક્તાં કહ્યું કે જો તીર્થયાત્રિ એક ભક્ત છે તો તેની સુરક્ષિત યાત્રા માટે તમામ જરૂરી આયોજનો કરવામાં આવશે. રાજ્ય સરકારના જવાબ પર ન્યાયાલયએ મહિલાઓને કહ્યું કે અદાલત આ સંદર્ભમાં કાંઈ નહીં કરી શકે. કાર્ણ કે સરકારે સુરક્ષિત તીર્થ યાત્રાનું આશ્વાસન આપ્યું છે.