મેરાન્યૂઝ નેટવર્ક.મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એક વખત 6 વર્ષ માટે રાષ્ટ્રપતિ બન્યા છે. ગત રવિવારે યોજાયેલી ચૂંટણીમાં પુતિનને 76 ટકા મત મળ્યા છે. પુતિન સામે આ ચૂંટણીમાં 7 ઉમેદવાર હતા જેમાં અલેક્સી નવાલ્નીને તેમના મોટા પ્રતિસ્પર્ધિ ગણાતા હતા પરંતુ કાયદાકિય કારણોને પગલે તેમને ચૂંટણી લડવા દેવામાં આવી ન હતી. આ જીત બાદ વિપક્ષે ચૂંટણીમાં ગડબડ કરાઈ હોવાના આક્ષેપ કર્યા છે. પુતિને સમર્થકોને કહ્યું કે, ચૂંટણીનું આ પરિણામ એ દર્શાવે છે કે લોકોનો અમારા પર વિશ્વાસ કેટલો છે અને અપેક્ષાઓ કેટલી છે.

વ્લાદિમીર પુતનિ રશિયાના તાનાશાહ રહેલા જોસેફ સ્ટાલિન પછીથી સૌથી વધારે સમય સુધી સાશન કરનાર લીડર બની ચૂક્યા છે. પુતિન ચોથી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ પહેલાં તેઓ 2000-08 અને 2012માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. આ વખતે અંદાજે 11 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. રશિયા સેન્ટ્રેલ ઈલેક્શન કમીશનના જણાવ્યા પ્રમાણે ચૂંટણીમાં 60 ટકા મતદાન થયુ છે.

પુતિને પહેલી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી. તે સમયે તેઓને 53% વોટ મેળવી ચૂંટણી જીતી હતી. તેમના પ્રતિદ્વંદ્વી જિગનોવને 29% વોટ જ મળ્યાં હતા. તેઓને રાજકીય પ્રતિદ્વંદ્વી માનવામાં આવે છે. સાથે જ તેઓ અત્યાર સુધી મીડિયા પર કડક પ્રતિબંધ લગાવવાની તરફેણ કરતાં રહ્યાં છે.