મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ડોલર સામે રૂપિયો આજે સૌથી વધારે ૯૩ પૈસા તુટ્યો હતો. જેના કારણે છેલ્લા ઘણા સમયથી રૂપિયામાં ચાલુ રહેલા ઘટાડામાં રૂપિયો ૭૨.૬૬ પૈસાની વિક્રમજનક નીચી સપાટીએ ઉતરી ગયો છે. આજે સોમવારે ડોલર સામે રૂપિયો ૭૨.૧૮ પૈસાએ જ ખુલ્યો હતો. જયારે ગયા અઠવાડિયે ૭૧.૭૩ પૈસા પર બંધ થયેલા રૂપિયામાં આજે ડોલર સામે ધરખમ ૯૩ પૈસાનો ઘટાડો થયો હતો. હજુ અનુમાન છે કે, રૂપિયો વધુ ગગડીને ૭૫ સુધી પહોંચી જશે.

ડોલર સામે રૂપિયાનું ધોવાણ સતત ચાલુ રહ્યું છે. જેના પરિણામે આજે સોમવારે પણ રૂપિયામાં ઘટાડો યથાવત રહેતા રૂપિયો ઐતિહાસિક ૭૨.૬૬ પૈસાની નીચી સપાટીએ આવી ગયો છે. છેલ્લા ઘણા સમયથી તૂટતા રૂપિયામાં આજે વિક્રમજનક ૯૩ પૈસાનો ઘટાડો નોધાયો હતો. આજે ડોલર સામે રૂપિયો ૭૨.૧૮ પૈસાએ જ ખુલ્યો હતો. જયારે ગયા શુક્રવારે ૭૧.૭૩ પૈસા પર બંધ થયેલો રૂપિયો આજે ૭૨.૬૬ પૈસાની સૌથી નીચી સપાટીએ પહોચી ગયો હતો.

એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આજે ભારત બંધનું એલાન આપવામાં આવેલું છે. ત્યારે ડોલરની સામે રૂપિયો ઘટી જવા સાથે સેન્સેકસમાં પણ ભારે કડાકો બોલ્યો હતો. જેમાં સેન્સેક્સ ૨૭૬ આંક ઘટીને ૩૮,૧૧૩.૭૯ થઇ ગયો છે. જયારે નિફ્ટી પણ ૪૯.૩૫ આંક નબળો પડીને ૧૧,૫૩૯.૭૯ પર બંધ થયો છે. જેમાં બેન્કિંગ, ઓટો, રીયાલીટી, ઓઈલ-ગેસ અને પાવર સેકટરની કંપનીઓના શેરના ભાવોમાં ઘટાડો નોધાયો હતો. એજ રીતે આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોધાયો છે. જયારે રૂપિયો ખુબ જ નબળો પડતા ઓઈલ કંપનીઓને વિદેશથી ઓઈલ-તેલ આયાત કરવા માટે વધારે પૈસા ચુકવવા પડી રહ્યા હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે.