મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: શિવસેનાએ રાષ્ટ્રીય સ્વંસેવક સંઘ પર નિશાન તાકતા કહ્યું કે તે પોતાના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને બોલાવી 2019ની લોકસભા ચૂંટણીનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યાં છે. શિવસેનાના જણાવ્યા અનુસાર જો ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતિ નહીં મળે તો પ્રણવ મુખર્જીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં અગ્ર સ્થાને હશે.

શિવસેનાએ ભાજપના વૈચારિક સલાહકાર સંગઠન આરએસએસ પર નિશાન તાકતા કહ્યું કે આરએસએસ દ્વારા ક્યારેય શિવસેનાના ભૂતપૂર્વ પ્રમુખ બાળ ઠાકરેને પોતાના મંચ પર આમંત્રિત કર્યા નથી અને ઇફ્તાર પાર્ટી આયોજીત કરી મુસલમાનોને ખુશી કરવાનો પ્રયત્ન કરી રહી છે.

શિવસેનાના મુખપત્ર સામનાનાં એડિટોરિયલમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના આ નેતા (પ્રણવ મુખર્જી) ને બોલાવવા પાછળ દિલ્હીમાં અજેન્ડા સેટ થઇ રહ્યો છે. પ્રણવ મુખર્જીને બોલાવવા પાછળનો એજન્ડા 2019 ચૂંટણી બાદ સ્પષ્ટ થઇ જશે. જ્યારે ભાજપને પૂર્ણ બહુમતિ નહીં મળે અને દેશમાં આવી જ સ્થિતિ છે. એવામાં જો ત્રિશંકુ લોકસભાની સ્થિતિ આવે અને અન્ય પક્ષોને મોદીનો સહયોગ ન મળે તો પ્રણવ મુખર્જી સર્વમાન્ય નેતા હોઇ શકે છે.

બાલ ઠાકરેને ક્યારેય આરએસએસ દ્વારા મંચ પર બોલાવવામાં નથી આવ્યા. પરંતુ હવે સંઘ ઇફ્તાર પાર્ટી યોજીને મુસલમાનોને ખુશ કરવા માગે છે. બાલ ઠાકરેએ વીર સાવરકરની જેમ જાહેરમાં હિન્દુત્વનો પ્રચાર અને પ્રસાર કર્યો અને ક્યારેય ખાનગી એજન્ડા નથી ચલાગ્યો તથા હિન્દુત્વ પર આક્રમણ કરનારાઓ પર તેમણે હંમેશા એટેકે કર્યો છે. સંઘના કાર્યક્રમ પહેલા લાગતુ હતુ કે પ્રણવ મુખર્જી મોટો ધડાકો કરશે, પરંતુ કાર્યક્રમ બાદ લાગ્યુ કે આ તો શૂરશૂરિયુ થઇ ગયુ.