મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરમાં ધોળે દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલ બોમ્બે હોટેલની સામે આજે મંગળવારે બપોરના સમયે હ્યુન્ડાઈ કંપનીનો કર્મચારી શો રૂમથી બેંકમાં રૂપિયા ભરવા જતો હતો. દરમિયાન બે જેટલા શખ્સોએ આવી હ્યુન્ડાઈ કંપનીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી છાટી ૫.૭૦ લાખ રૂપિયા ભરેલ બેગની લૂંટ ચલાવી લુટારુઓ નાસી છુટ્યા હતા.

બનાવની જાણ થતા એ ડીવીઝન , ક્રાઈમ બ્રાંચ , SOG , સહીત નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ બે જેટલા ઈસમો મોટરસાઇકલ પર આવી મરચાની ભૂકી છાટી લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.. હાલ રાજકોટ શહેર પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી આરોપી ને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે ઉપરાંત પોલીસ દ્વારા સમગ્ર વિસ્તાર ના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.