મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલ શ્રેણીની બીજી વન ડે માં ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ આજે અણનમ 208 રન ફટકારી તેની કિક્રેટ કારકિર્દીની ત્રીજી ડબલ સદી ફટકારી છે. ટીમ ઇન્ડિયાએ  50 ઓવરમાં 4 વિકેટના નુકશાને 392 રન બનાવ્યા છે.

રોહિત શર્માએ 153 બોલમાં આ બેવડી સદી ફટકારી છે જેમાં 12 છગ્ગા અને 13 ચોક્કા સામેલ છે.

વન ડે માં રોહિત શર્માએ આ પહેલા કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં 264 રન તથા ઓસ્ટ્રેલિયા સામે 2 નવેમ્બર 2013ના રોજ બેંગાલુરુમાં 209 રન બનાવ્યા હતાં. આ સાથે જ રોહિત શર્મા વન ડે માં ત્રણ બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.