મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ એશિયા કપ 2018ના પુર્ણ થવા સાથે જ તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર વેસ્ટ ઈંડીઝ સામે યોજાનારી ટેસ્ટ સીરીઝ પર મંડાઈ છે. આ સીરીઝ માટે ટીમ ઈંડિયાની ઘોષણા રવિવારે થવાની છે. સૂત્રોનું માનીએ તો પોતાની કપ્તાનીમાં ભારતીય ટીમને એશિયા કપનો ખિતાબ અપાવનાર રોહિત શર્માની ટેસ્ટ ટીમમાં ફરી વાપસી થાય તેમ છે, ત્યાં ટૂર્નામેન્ટના ટોપ સ્કોરર શિખર ધવનને ચાન્સ નહીં મળે. તેની જગ્યાએ કે એલ રાહુલ સાથે યુવા બેટ્સમેન પૃથ્વી શૉ ઓપનીંગ કરતો જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે જોરદાર ફોર્મમાં ચાલી રહેલો રોહિત શર્મા એશિયા કપમાં 105.67ની રેટથી 317 રન બનાવી ચુક્યો છે.

ઈંગ્લેન્ડ સામે છેલ્લા ટેસ્ટમાં સદી મારનાર લોકેશ રાહુલને નક્કી કરાય તેવું લગભગ નક્કી છે. સૂત્રોના કહ્યા અનુસાર, પૃથ્વી શૉ વેસ્ટ ઈંડીઝ સામે પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી શકે છે. એટલું જ નહીં, દીલીપ ટ્રોફીમાં સૌથી ઓછી ઉંમરમાં સદી લગાવવાનો રેકોર્ડ પોતાના નામે કરનાર શૉને ઓસ્ટ્રેલિયા સિરીઝ પ્રવાસ પર પણ ટીમમાં શામેલ કરાશે, જે આ વર્ષે ડિસેમ્બરમાં થશે.

એશિયા કપના 5 મેચોમાં 68.4ની રેટથી 342 રન બનાવનાર શિખર ધવનને લઈને સૂત્રોનું કહેવું છે કે બંને અલગ ફોર્મેટ છે. જરૂરી નથી કે વનડેના પ્રદર્શનના કારણે ટેસ્ટમાં પણ તેને ચાન્સ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે શિખરને સાઉથ આફ્રીકા પ્રવાસ પર કેપ ટાઉન મેચ બાદ ટીમથી ડ્રોપ કરી દેવાયો હતો. તે પછી અફ્ઘાનિસ્તાનના સામે બેંગાલુરુમાં રમાયેલા એક માત્ર ટેસ્ટમાં તેમમે 107 રનોની શાનદાર મેચ રમી હતી, તેને કારણે તેમના ઈંગલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમવાનો ચાન્સ મળ્યો હતો. પણ ઈંગલેન્ડમાં કાંઈક ખાસ ન કરી શક્યા.