મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશના સૌથી અમિર વ્યક્તિ મુકેશ અંબાણીના સ્વામિત્વની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઈઝેશનમાં એક વાર ફરી દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. કંપનીની માર્કેટ કેપ ગુરુવારે રૂ. 8 લાખ કરોડને પાર થઈ ગઈ હતી. અત્યાર સુધી દેશમાં કોઈ પણ કંપનીની કિંમત બજારમાં રૂ.8 લાખ કરોડ સુધી નથી ગઈ.

ગુરુવારે શેર બજારમાં કંપનીના શેરએ જેવું જ 1262 રૂપિયાની રેકોર્ડ ઉંચાઈને અડકતાં જ કંપનીનું મુલ્ય બજારમાં વધીને 8 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 5000થી વધુ કંપનીઓ લિસ્ટ છે અને તે તમામની કુલ વેલ્યૂ લગભગ 157 લાખ કરોડ રૂપિયા છે, આ 157 લાખ કરોડ રૂપિયામાંથી ફક્ત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની માર્કેટ વેલ્યૂ રૂ. 8 લાખ કરોડ રૂપિયા છે.