મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સીબીઆઈના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપતા સીબીઆઈ ચીફ આલોક વર્માને રજા પર મોકલવાના સીવીસીના નિર્ણયને પલટી દીધો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આલોક વર્માને હટાવવા પહેલા સિલેક્ટ કમિટીથી સહમતિ લેવી જોઈએ. જે રીતે સીવીસીએ આલોક વર્માને હટાવ્યા તે અસંવૈધાનિક છે.

આ રીતે વર્મા હવે સીબીઆઈ પ્રમુખનો કાર્યભાર સંભાળી લેશે. જોકે તે મોટી પોલીસી વાળા નિર્ણય લઈ શકશે નહીં. ચીફ જસ્ટિસના રજા પર હોવાના કારણે લખેલા નિર્ણયને જસ્ટિસ કેએન જોસેફ અને જસ્ટિસ એસકે કૌલની બેંચએ વાંચ્યો છે.

આલોક વર્માના વકિલ સંજય હેગડેએ નિર્ણય બાદ કહ્યું કે આ એક સંસ્થાની જીત છે, દેશમાં ન્યાય પ્રક્રિયા સારી ચાલી રહી છે. ન્યાય પ્રક્રિયા સામે કોઈ જાય છે તો સુપ્રિમ કોર્ટ તેના માટે હાજર છે.

સીબીઆઈ વિવાદમાં એનજીઓ તરફથી વકિલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આજે સરકાર અને સીવીસીનો આલોક વર્માને પદથી હટાવવાનો નિર્ણય રદ્દ કરી દીધો છે. કોર્ટે તેમના પાવર્સ છીનવીને રજા પર ઉતારી દેવાના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો છે.

ભૂષણે કહ્યું કે, કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે સરકાર એક ઉચ્ચસ્તરિય કમિટી, જેમાં નેતા વિપક્ષ પણ હોય તેવી બનાવે અને 7 દિવસોમાં કમિટી તેના પર વિચાર કરે. જ્યાં સુધી કમિટી મામલો સંભાળી ન લે, ત્યાં સુધી વર્મા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય નહીં લે. તેમના હજુ તમામ પાવર્સ સક્રિય થયા નથી.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથે વિવાદને લઈને તેમના પાવર્સ છીનવી લેવા અને રજા પર ઉતારી દેવા સામે અરજી થઈ હતી. અસ્થાના અને વર્મા વચ્ચે ભ્રષ્ટાચારને લઈને ચાલુ થયેલી જંગ જાહેર થયા બાદ કેન્દ્રની મોદી સરકારે બંને અધિકારીઓને રજા પર મોકલી દીધા હતા.

તે પહેલા સુપ્રીમ કોર્ટે 6 ડિસેમ્બરે કેસની સુનાવણી બાદ આ મામલામાં નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. સુપ્રીમ કોર્ટમાં આલોક વર્મા ઉપરાંત એનજીઓ કોમન કોઝની તરફથી અરજી દાખલ કવાના મામલામાં એસઆઈટી તપાસની માગ કરી હતી. સાથે જ સરકાર દ્વારા જા પર મોકલવાના નિર્ણયને પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કેસમાં સીવીસીને જવાબ દાખલ કરવા કહ્યું હતું. સીવીસીએ દલીલ કરી હતી કે સ્થિતિ વિશેષ પરિસ્થિતિ વાળી હતી, તે કારણથી આ નિર્ણય થયો હતો. સીબીઆઈ ડાયરેક્ટરના વકિલ ફલી એસ નરીમનએ દલીલ આપી હતી કે સીબીઆઈ ડાયરેક્ટરના કેસને વ્યાપક રીતે જોવો જોઈએ. એનજીઓના વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે વિનીત નારાયણ જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ આપ્યો હતો તેના અંતર્ગત પીએમ, નેતા પ્રતિપક્ષ અને ચીફ જસ્ટીસની કમિટી હશે જે હાઈ પાવર કમિટી હશે અને સીબીઆઈ ડાયરેક્ટરની નિયુક્તિ તે જ કરશે સાથે જ તેમની મંજુરીથી જ ટ્રાન્સફર થશે.

વર્માએ સુપ્રીમ કોર્ટમાં 23 ઓક્ટોબર 2018એ અરજી દાખલ કરી ત્રણ આદેશને ખારીજ કરવાની માગ કરી હતી. તેમાં એક આદેશ કેન્દ્રીય સતકર્તા પંચ અને બે કેન્દ્રિય કાર્મિક મંત્રાલયએ કર્યો હતો. વર્માએ પોતાની અરજીમાં કહ્યું હતું કે આ નિર્ણયમાં કેન્દ્રીય સતર્કતા પંચએ પોતાના ક્ષેત્રાધિકારનો ભંગ કર્યો છે. વર્માએ કહ્યું હતું કે આ નિર્ણયોમાં અનુચ્છેદ 14, 19 અને 21નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે વર્મા અને અસ્થાના વચ્ચેના વિવાદ બાદ બંનેને હટાવતા સંયુક્ત નિર્દેશક એમ. નાગેશ્વર રાવને ઈન્ટ્રીમ ચીફ બનાવ્યા હતા.

શું હતો વિવાદ
આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ખેંચતાણ ગત વર્ષ ઓક્ટોબરમાં શરૂ થઈ જ્યારે સીબીઆઈ ડાયરેક્ટરે સીવીસીના નેતૃત્વના પાંચ સદસ્યોની પેનલની બેઠકમાં અસ્થાનાને સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે પ્રમોટ કરવા પર વાંધો ઉઠાવ્યો.

અસ્થાનાને ક્લીન ચીટ

વર્માનું માનવું હતું કે અધિકારીઓના ઈંડક્શનને લઈને તેમના દ્વારા કરાયેલી ભલામણને અસ્થાનાએ બગાડી દીધી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સ્ટર્લીંગ બાયોટેક કૌભાંડમાં અસ્થાનાની ભૂમિકાને કારમે સીબીઆઈ પણ ઘેરાવમાં આવી ગઈ હતી. જોકે પેનલે વાંધાને ખારીજ કરતાં અસ્થાનાને પ્રમોટ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટે પણ રાકેશ અસ્થાનાને ક્લીન ચીટ આપી દીધી.

12 જુલાઈએ જ્યારે આલોક વર્મા વિદેશમાં હતા, સીવીસીએ સીબીઆઈમાં પ્રમોશનને ળઈને ચર્ચા કરવા માટે મીટીંગ ગોઠવી હતી જેમાં એજંસીમાં નંબર 2ની હેસિયતથી બોલાવાઈ હતી. તેના પર વર્માએ સીવીસીને લખ્યું કે તેમને પોતાની તરફથી મીટીંગમાં શામેલ થવા માટે અસ્થાનાને અધિકૃત કર્યા નથી.

24 ઓગસ્ટે અસ્થાનાએ સીવીસી અને કેબીનેટ સેક્રેટરીને લખ્યું, જેમાં વર્મા, તેમના નજીકના એ કે શર્મા સામે કથિત ભ્રષ્ટાચારની ડીટેઈલ આપી હતી. તેમણે એવું પણ કહ્યું કે ઘણા આરોપીઓને બચાવવા માટેના પ્રયત્નો થયા છે. અસ્થાનાએ દાવો ક્રયો કે હૈદરાબાદના વેપારી સતિષ બાબૂ સનાએ મોઈન કુરેશી કેસથી પોતાને બચાવવા માટે આલોક વર્માને રૂ.2 કરોડની ઘૂસ આપી હતી.

ગત અઠવાડિયે ફરીથી સીવીસી અને કેબીનેટ સેક્રેટરીને લખ્યું અને કહ્યું કે તે ગત મહિને સનાન ધરપકડ કરવા માગતા હતા પરંતુ વર્માએ પ્રસ્તાવને ફગાવી દીધો. તેમણે એવો પ દાવો કર્યો કે ફેબ્રુઆરીમાં જ્યારે તેમની ટીમે સના સાથે પુછપરછ કરવાના પ્રયત્નો કર્યા તો વર્માએ ફોન કરીને રોકી દીધા હતા.

બીજી તરફ વર્માએ અસ્થાના દ્વારા તપાસ કરાઈ રહેલા ઘણા મહત્વના કેસ પાછા લઈને એકે શર્માને સોંપી દીધા. તેમાં દિલ્હી સરકારના કેસ, આઈઆરસીટીસી કૌભાંડ, પી. ચિદંબરમ અને અન્યો સામેની તપાસ પણ શામેલ હતી. અસ્થાનાના સ્ટાફને પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.

4 ઓક્ટોબરે સીબીઆઈએ સનાને પકડ્યો અને તેણે અસ્થાના વિરુદ્ધ મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપી દીધું. સનાએ દાવો કર્યો કે 10 મહિનામાં તેણે અસ્થાનાને રૂ.3 કરોડ આપ્યા છે. 15 ઓક્ટોબરે સીબીઆઈએ સના પાસેથી 3 કરોડની ઘૂસ લેવાના આરોપે અસ્થાના સામે કેસ ફાઈલ થયો હતો.

મંગળવારે દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને એજન્સી વિશેષ નિદેશક રાકેશ અસ્થાના સામે ગુનાહિત કાર્યવાહી પર યથાપૂર્વ સ્થિતિને જાળવી રાખવાનો આદેશ આપ્યો અને ટ્રાયલ કોર્ટે એક મીડ લેવલ અધિકારી દેવેન્દ્ર કુમારને ઘૂસ લેવાના આરોપમાં 7 દિવસના રિમાન્ડ પર મોકલ્યા. 24 ઓક્ટોબરે બંને અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા.