મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: પંજાબ નેશનલ બેંકમાં નીરવ મોદીએ કરેલ કૌભાંડ પર રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે આખરે મૌન તોડતા આજે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં કહ્યું કે હું પથ્થર ખાવા અને નીલંકઠની જેમ વિષપાન કરવા તૈયાર છું. બેંકિંગ કૌભાંડ પર દુખ વ્યક્ત કરતા ઉર્જિત પટેલે કહ્યું કે આ કૌભાંડ દેશના ભવિષ્ય પર કરાયેલ લૂંટ છે. અત્રે ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલી દ્વારા નામ લીધા વિના જ આરબીઆઇની આ કૌભાંડ મામલે ટીકા બાદ ઉર્જિત પટેલનું આ નિવેદન આવ્યું છે.

ગાંધીનગર ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં એક લેક્ચર દરમિયાન આજે બુધવારે આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યુ હતું કે જો અમારા પર પથ્થર ફેંકવામાં આવે અથવા નીલકંઠ (ભગવાન શિવ)ની જેમ વિષપાન કરવું પડે તો પણ અમે તેને અમારા કર્તવ્યના રૂપમાં સ્વિકાર કરીશું.પરંતુ આ સિસ્ટમને સ્વચ્છ કરીશું.

નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંકમા6 11300 કરોડ રૂપિયાના કૌભાંડના એક સપ્તાહ બાદ વડાપ્રધાન મોદીએ આરબીઆઇનું નામ લીધા વિના કહ્યું હતું કે જુદીજુદી ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશનમાં નિયમ અને નીયત રકમ જાળવી રાખવાની જવાબદારી જેમને સોંપવામાં આવી તે તેણે સંપૂરણ નિષ્ઠા અને કર્તવ્યથી નિભાવવી જોઈએ અને તેમાં પણ ખાસ કરીને મોનિટરિંગની જવાબદાર.