મેરાન્યૂઝ નેટવર્ક.વારાણસીઃ દેશની સૌથી ચર્ચાસ્પદ સીટ એટલે કે યુપીની વારાણસી લોકસભા સીટ, જોકે એવું નથી કે આ સીટ પરથી નરેન્દ્ર મોદી લડી રહ્યા છે એટલે ચર્ચાસ્પદ છે પરંતુ આ સીટ એટલે પણ ચર્ચાસ્પદ છે અને રહેશે કારણ કે અહીંનો ચૂંટણી માહોલ જ ઘણો રસપ્રદ બની ગયો છે. તેનું કારણ એ છે કે સીટ પર કોઈ પીએમના વિરોધમાં ઉતર્યું છે તો કોઈ સરકારી નીતિઓ સામેના મેસેજ આપી રહ્યું છે. અહીં પીએમ મોદીના સામે પૂર્વ જવાન, 111 ખેડૂત અને એક પૂર્વ જજ પણ મેદાનમાં છે.

વર્ષ 2014ની ચૂંટણીમાં પીએમ મોદી અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારે આ સીટ પર અરવિં કેજરીવાલના ચૂંટણી લડવાના કારણે ખાચી ચર્ચાસ્પદ રહી હતી. પરંતુ હવે કોઈ અનોખા પ્રતિસ્પર્ધિઓ અહીંની રોમાંચકતા વધારી દીધી છે. વડાપ્રધાનને ટક્કર આપવા માટે તમિલનાડુના ખેડૂતોથી લઈ નોકરીથી કાઢી મુકાયેલા બીએસએફના કોન્સ્ટેબલ સુધી તમામ અહીં છે.

કોલકત્તા હાઈકોર્ટના નિવૃત્ત જજ ચિન્નાસ્વામી સ્વામીનાથન કર્ણન પણ અહીંની લડાઈમાં શામેલ છે. જસ્ટીસ કર્ણન પહેલા એવા જજ છે જેમણે સુપ્રિમ કોર્ટની અવમાનનાના દોષી જાહેર કરાયા હતા પરંતુ તેમણે છેલ્લે સુધી પોતાની લડાઈ ચાલુ રાખી હતી અને હાર ન્હોતી માની. તેમણે 2017માં 6 મહિનાના માટે જેલમાં જવું પડ્યું હતું. હવે તે ભ્રષટાચાર સામે લડાઈ લડવા માગે છે. તેમણે 2018માં એન્ટી-કરપ્શન ડાયનેમિક પાર્ટી બનાવી હતી. 63 વર્ષના પૂર્વ જજ સેન્ટ્રલ ચેન્નાઈથી નોમિનેશન ફાઈલ કરી ચુક્યા છે અને વારાણલસી તેમની બીજી સીટ છે.

બીજું કે ગત વર્ષે એક વધુ નામ ઘણું ચર્ચામાં રહ્યું હતું તે છે બીએસએફના કોન્સટેબલ તેજ બહાદુર યાદવનું. યાદવે જવાનોને અપાયેલા બોગસ ક્વોલિટીના ભોજનની હકીકત દર્શાવતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો જે બાદમાં ઘણો વાયરલ થયો હતો. જોકે કોર્ટની તપાસ બાદ તે આરોપો ખોટા હોવાનું બહાર આવ્યું અને યાદવને નોકરીથી કાઢી મુકાયા હતા. તે વારાણસીથી અપક્ષ ચૂંટણી લડશે. તે કહે છે કે તેમણે વારાણસી સીટ એટલે નક્કી કરી હતી કે એક હાઈ પ્રોફાઈલ સીટ છે અને ભલે તે હારી જાય પણ તે જવાનોના મુદ્દા પર પ્રકાશ પાડવા માગે છે અને લોકો વચ્ચે સંદેશ પહોંચાડવા માગે છે.

હવે વધુમાં પીએમ મોદી સામે ઉતરેલા પ્રતિસ્પર્ધિઓમાં તમિલનાડુના 111 ખેડૂતો પણ છે, વર્ષ 2017માં રાજધાની દિલ્હીમાં આ ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું તે કદાચ આપને યાદ જ હશે. 111 ખેડૂતોના આ સમૂહનું નેતૃત્વ પી અય્યકન્નૂ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2017માં આ ખેડૂતોએ દિલ્હીના જંતર મંતદ પર ઘણા દિવસ સુધી અલગ અલગ રીતે વિરોધ કરી પ્રદર્શનો કર્યા હતા જેથી તેમની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન પડે.

પીએમ મોદી સામે ઉતરેલા વધુ એક ચર્ચીત પ્રતિસ્પર્ધી કદાચ ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ બની શકે ચે. તેમણે 30 માર્ચે રોડ શોમાં મોદી સરકારી હારનો કાઉન્ટડાઉન પણ શરૂ કરી દીધો હતો. તેમણે તીખા ભાષણોથી તે દલિત યુવાનોના વચ્ચે ચર્ચીત છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુલાકાત બાદ તેઓ પણ ચર્ચામાં આવી ગયા હતા.

તે ઉપરાંત નાલગૌડા (તેલંગાના) અને પ્રકાસમ (આંધ્રપ્રદેશ)માં ફ્લોરોસિસથી પીડાતા લોકો એક્ટિવિસ્ટ વડ્ડે શ્રીનિવાસ અને જલગમ સુધીરના નેતૃત્વમાં ચૂંટણી લડવા પહોંચ્યા છે. બંને જ રાજ્યોમાં ફ્લોરોસિસ એક મોટો મુદ્દો ચે અને તે લોકોનો હેતુ આ મુદ્દા સામે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું છે.

આ તમામ ઉપરાંત બનારસ હિન્દી યુનિ.ના પ્રોફેસર અને સંકટ મોચન મંદિરના એક મહંત વિશ્વંબર નાથ મિશ્રા પણ મેદાનમાં છે. મિશ્રા ગંગાની સફાઈને લઈને અભિયાન ચલાવી રહ્યા છે. સ્થાનીય રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસની ટિકિટ પર તેમને લડાવાય તેવી શક્યતા છે, જોકે તે બાબતની હજુ પૃષ્ટી થઈ નથી.