મેરાન્યૂઝ નેટવર્ક.દિલ્હીઃ પાકિસ્તાન આર્મી તરફથી બંધક બનાવેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનન ઘણાં વિલંબ બાદ રાત્રે ૯.૨૧ કલાકે ભારતમાં પરત ફર્યા હતા. અમેરીકા સહિતના અનેક દેશોના ઇન્ટરનેશનલ પ્રેશર બાદ પાકિસ્તાને આ નિર્ણય લીધો હતો.

અભિનંદનને ભારત પાછા લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં ભારતીય દુતાવાસ અને ભારતીય વાયુસેના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
વિંગ કમાન્ડર અભિનંંદનના માતા-પિતા તેમજ અન્ય પરિજનોએ પણ અટારી બોર્ડર ઉપસ્થિત રહી તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતું. તે પ્રસંગે લોકો ત્રિરંગોની સાથે ઝૂમીને દેશભકિતના ગીતોનુ ગાન કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવી રહ્યા હતા. બોર્ડર ક્ષેત્રમાં કડક સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત કરવામા આવ્યો હતો. મીડિયા અને દેશવાસીઓને વાઘા બોર્ડરથી એક કિ.મી પહેલા જ રોકી દેવામા આવ્યા હતા અને દેશવાસીઓ પ્રાર્થના કરીને વિંગ કમાન્ડરનું સ્વાગત કર્યું હતું.

         ભારતે કડક વલણ અપનાવ્યું હતું કે, પીએમ ઈમરાન ખાનને ૩૦ કલાકની અંદર જ ભારતીય પાયલટ અભિનંદનને કોઈ પણ શરત વગર છોડવાની જાહેરાત કરવી પડી. આજે વિંગ કમાન્ડર અભિનંદન વતન પરત ફરતાં દેશભરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. છે. નોંધનીય છે કે, ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જ કહી દીધું હતું કે, ભારતના પાયલટ અભિનંદનને કોઈ પણ ઈજા વગર તુરંત છોડવો પડશે. સોદાબાજીનો તો સવાલ જ ઉભો થતો નથી. ભારતે કાઉન્સલર એક્સેસની માંગણી ન્હતી કરી પરંતુ તુરંત છોડવાની જ વાત કરી હતી.

           બે દિવસ સુધી પાકિસ્તાનનાં કબ્જામાં રહેલાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને ઘણાં વિલંબ બાદ રાત્રે મુકત કરાતાં ૯.૨૧ કલાકે અટારી બોર્ડર પરથી ભારતમાં પગ મૂક્યો હતો. આ પછી પાંચ જ મિનિટમાં અભિનંદનને એરફોર્સ, સેના અને પોલીસનાં કાફલા સાથે ચુસ્ત બંદોબસ્તમાં અમૃતસર એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે એરફોર્સનાં વડાં એ કહ્યું, અભિનદનનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. તે સ્વસ્થ છે અને ભારતીય વાયુદળનાં અધિકારીઓની ટીમ તેને આવકાર્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે અભિનદને કહ્યું, આપણા દેશમાં પાછો આવતાં ખુશ છું. તે બાદ તેમને અમૃતસર અને બાદમાં દિલ્હી લઈ જવાશે. માહિતી મળી રહી છે કે તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે.