મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક તરફથી 100 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે. મહાત્મા ગાંધી સિરિઝની આ નવી નોટો પર હાલના ગવર્નર ઉર્જિત પટેલની સહી હશે. કેન્દ્રિય બેંક તરફથી જારી નિવેદન અનુસાર આ નવી નોટના પાછળના ગામ પર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ રાણ કી વાવ નું ચિત્ર હશે. જે ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાને દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય બેંકે કહ્યું છે કે આ નવી નોટ સાથે પહેલેથી ચલણમાં રહેલ 100 રૂપિયાની બધી નોટ પણ માન્ય રહેશે.

આ નોટનો કલર લવંડર એટલે કે સામાન્ય રિંગણી કલર છે. આ નોટની સાઇઝ 66 mm  x 142 mm હશે.  રૂ. 100ની નવી નોટના આગળના ભાવની વિશેષતાઓ એ છે કે તેમાં આંકડાઓમાં 100 નીચેની તરફ લખેલુ હશે. દેવાનગરી લિપિમાં 100 ડાબી બાજુ લખેલુ હશે અને નોટના મધ્ય ભાગમાં ગાંધીજી તસવીર હશે. માઇક્રો લેટર્સમાં RBI, ભારત, India અને 100 લખેલુ હશે. મહત્મા ગાંધીની તસવીરની જમણી અને પ્રોમિસ ક્લોઝ હશે અને તેની નીચે ગવર્નરની સહી હશે. જમણી તરફ અશોક સ્તંભ હશે