મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ PayTM પેમેન્ટ બેન્કમાં કેવાયસીમાં મળેલી ખામીઓને પગલે ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આરબીઆઈએ કંપનીના ગ્રાહક જોડવાની પ્રક્રિયાનું ઓડિટ શરૂ કર્યું છે. કેન્દ્રીય બેન્કએ PayTMથી પણ આ મામલે જવાબ માગ્યો છે. PayTM પેમેન્ટ બેન્કએ નવા યુઝર્સને જોવાનું બંધ કરી દીધું છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિર્દેશો પછી PayTMએ આ પગલું ઉઠાવ્યું છે. આરબીઆઈએ PayTMને નિર્દેશ આપ્યો હતો કે તાત્કાલીક ધોરણે તે નવા ગ્રાહકોને એનરોલ કરવાનું બંધ કરી દે. આરબીઆઈએ ઓડીટ દરમિયાન કેટલીક બાબતો પર વાંધા ઉઠાવ્યા છે.

એક જાણકારી પ્રમાણે હાલમાં જ PayTM બેન્કની મુખ્ય કાર્યકારી અધિકારી રેનુ સત્તીએ રાજીનામું આપી દીધું છે. આરબીઆઈનો નિર્દેશ છે કે કોઈ બેંકર જ PayTM બેન્કનો હેડ હોઈ શકે. કેવાયસીમાં થઈ રહેલી મુશકેલી આરબીઆઈને પોતાની તપાસમાં PayTM દ્વારા જોડાયેલા નવા ગ્રાહકોની કેવાયસીમાં પકડમાં આવી હતી.

ઓડિટ દરમાયન આરબીઆઈએ PayTM પેમેન્ટ બેન્કને 20 જૂનથી નવા ગ્રાહકોને લેવા પર પ્રતિબંધ મુદી દીધો હતો. 19 મે 2017એ આરબીઆઈ પાસેથી મંજુરી લીધા બાદ રેણુંની નિયુક્તિ સીઈઓ પર પર કરાઈ હતી. જોકે નિયમો અનુસાર ફક્ત બેન્કર જ પેમેન્ટ બેન્કના સીઈઓ બની શકે છે. પણ અહીં PayTM સ્વામિત્વ વાળી કંપનીથી ભુલ થઈ. રેનુ સત્તી તે પહેલા મધર ડેરી  અને મેનપાવર સર્વિસના માનવ સંસાધન વિભાગના કર્મચારી હતી. 2017માં શરૂ થયેલું PayTM બેન્ક ખોલવા માટે ઓગસ્ટ 2015માં મંજુરી મળી હતી.

જે પછી નવેમ્બર 2017માં વિધિવત રીતે તેની શરૂઆત થઈ. તપાસમાં સામે આવ્યું કે PayTM પોતાના પેમેન્ટ બેન્ક પર ચાલુ ખાતા પણ ખોલી રહ્યું હતું. આરબીઆઈએ આ પહેલા માર્ચમાં એરટેલ પેમેન્ટ બેન્કને પણ પાંચ કરોડનો દંડ ફટકાર્યો હતો. આ પણ કેવાયસીના નિયમોના પાલન ન કરવાને કારણે થયું હતું અને બેન્કના કેવાયસી પર પ્રતિબંધ લગાવાનો આદેશ આપ્યો હતો.